PMના નિવેદન પર અક્ષય કુમારે શું કહ્યું?:એક્ટરે કહ્યું, 'વડાપ્રધાને બોલવું જરૂરી હતું, અમે ઘણું સહન કરીએ છીએ'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'સેલ્ફી'ના ટ્રેલર લૉન્ચિંગમાં અક્ષય કુમાર સહિત ફિલ્મની સ્ટાર-કાસ્ટ આવી હતી. આ દરમિયાન અક્ષય કુમારે મીડિયા સાથે વાત પણ કરી હતી. અક્ષયે ફિલ્મ અંગે કહ્યું હતું કે આ ફિલ્મ દરેક ચાહક તથા દુનિયાના તમામ સેલિબ્રિટીને ડેડીકેટેડ છે. તે કહેવા માગે છે કે સેલેબ્સ જે પણ છે તે ચાહકોને કારણે છે. ચાહકો નથી તો સેલેબ્સ કંઈ જ નથી. 'સેલ્ફી' ફિલ્મ 24 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.

અક્ષયને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને ઓટોગ્રાફ કે સેલ્ફી બેમાંથી શું લેવું ગમે? તો એક્ટરે જવાબ આપ્યો હતો કે તેને ઓટોગ્રાફને બદલે સેલ્ફી લેવી ગમે છે. ઓટોગ્રાફ લખતી વખતે ઘણો સમય લાગે છે સેલ્ફી લેવી વધુ સારી છે. ચાહકો પણ આજે સેલ્ફી વધુ પસંદ કરે છે. પહેલા સ્ટાર્સ પોતાની તસવીરો પર ઓટોગ્રાફ કરીને ચાહકોને મોકલતા હતા. થોડાં સમય પહેલાં એક ચાહકે તેની તસવીરો પર ઓટોગ્રાફ લીધા હતા.

બિગ બી સાથે પહેલી તસવીર લીધી હતી
અક્ષયે કહ્યું હતું કે સેલ્ફી તો હવે શરૂ થઈ, પહેલાં તો મોબાઇલ જ નહોતા. તે સમયે ઓટોગ્રાફ જ રહેતા. તેને આજે પણ યાદ છે કે ફોટોગ્રાફના સમયમાં બિગ બી કાશ્મીરમાં 'બેમિસાલ'ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તે દ્રાક્ષ ખાતા હતા અને તેણે દ્રાક્ષ ચોરી લીધી હતી. પછી તેણે અમિતાભ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. તેણે આજ સુધી કોઈની સાથે સેલ્ફી જાતે ક્લિક કરી નથી.

વડાપ્રધાનનું બોલવું જરૂરી હતું
બોલિવૂડમાં વધતા બોયકોટ ટ્રેન્ડને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકરો તથા મંત્રીઓને કહ્યું હતું કે કોઈ પણ ફિલ્મ કે કોઈ પણ સ્ટાર્સ અંગે બિનજરૂરી પબ્લિકમાં કમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના મુદ્દાઓથી જેટલું દૂર રહેવાય તેટલું સારું, કારણ કે ફિલ્મ પર આ પ્રકારની ટિપ્પણીઓથી વિકાસના એજન્ડાને અસર થાય છે. અક્ષય કુમારને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે જો આપણા પ્રાઇમ મિનિસ્ટરે આવું કંઈક કહ્યું છે તો તે ખરેખર વખાણવા લાયક છે. તે માને છે કે આપણા દેશના વડાપ્રધાન પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે. જો તેમના કહેવાથી કંઈક બદલાવ આવે છે તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટી વાત હશે. આ બધું બદલાવવું પણ જોઈએ, કારણ કે ઇન્ડસ્ટ્રીએ ઘણું જ સહન કર્યું છે. પહેલાં તો ફિલ્મ બનાવીને સેન્સર બોર્ડ પાસે પાસ કરાવવાની રહેતી, પરંતુ પછી કોઈ કંઈક બોલી જાય અને તેનાથી વિરોધ થતો અને વાત બગડી જતી. હવે વડાપ્રધાનના બોલવાથી કંઈક ફેરફાર થાય તો સારું.

અન્ય સમાચારો પણ છે...