તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PUBG નહીં, FAU-G રમો:PUBGની સામે અક્ષય કુમાર FAU-G ગેમિંગ એપ લાવ્યો, 20% આવક સૈનિકોને આપશે

મુંબઈ8 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકારે તાજેતરમાં જ પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પબજીની સામે નવી ગેમિંગ એપ લઈને આવ્યો છે. અક્ષય કુમારે તાજેતરમાં જ આ અંગેની ટ્વીટ કરી હતી.

અક્ષય કુમારે શું ટ્વીટ કરી?
અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, વડાપ્રધાનની આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G લોન્ચ કરીને ગર્વ અનુભવું છું. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોને આપેલા બલિદાન અંગે પણ જાણશે. આ ગેમમાંથી થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણાં સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે.

અક્ષય કુમાર હાલમાં ઈંગ્લેન્ડમાં ફિલ્મ 'બેલબોટમ'ના શૂટિંગમાં વ્યસ્ત છે
અક્ષય કુમાર હાલમાં ઈંગ્લેન્ડમાં ફિલ્મ 'બેલબોટમ'ના શૂટિંગમાં વ્યસ્ત છે

ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરે છે

અક્ષય કુમારની આ ગેમ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ છે. ઈન્ડિયા ટ્રેન્ડિંગમાં આવતા જ માત્ર એક કલાકની અંદર 20 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવી હતી.

પબજીને તાજેતરમાં જ બૅન કરવામાં આવી

 • પબજી ભારત સહિત અનેક દેશોમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ્સ પૈકીની એક છે. ભારતમાં આ એપ 175 મિલિયન ડાઉનલોડ થઈ ચુકી છે.
 • પબજીને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલે ડેવલપ કરી છે. જોકે, ચીનની મલ્ટીનેશનલ કંપની ટેન્સેન્ટની તેમાં હિસ્સેદારી છે.
 • પબજીઆ અગાઉ પણ નિશાન પર રહી હતી. અનેક બાળકોમાં તેની ટેવ પડી જવાને લીધે માતા-પિતા ખૂબ જ પરેશાન રહેતા હતા. કેટલાક રાજ્યોએ તો તેને હંગામી ધોરણે પ્રતિબંધિત કરી હતી.
 • પબજીએ ત્યારબાદ ખાતરી આપી હતી કે માતા-પિતા, એજ્યુકેટર્સ અને સરકારી સંગઠનો પાસે અભિપ્રાય લઈને સુરક્ષિત ઈકોસિસ્ટમ બનાવશે.

ભારતમાં પબજીના 5 કરોડ યુઝર, રેવન્યૂ 22 હજાર કરોડ
ભારતમાં પબજીના 5 કરોડથી વધુ યુઝર્સ છે, જેમાંથી અંદાજે 3.5 કરોડ એક્ટિવ યુઝર છે. ડેટા એનાલિટિકલ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યાનુસાર પબજીની આ વર્ષના 6 મહિનાની રેવન્યૂ અંદાજે 9,700 કરોડ રૂ. રહી. તેની અત્યાર સુધીની કુલ રેવન્યૂ 22 હજાર કરોડ રૂ.ને પાર જઇ ચૂકી છે. તેમાં સૌથી મોટું યોગદાન ભારતનું રહ્યું, કેમ કે વિશ્વમાં કુલ 17.5 કરોડ ડાઉનલોડમાંથી સૌથી વધુ ડાઉનલોડ ભારતમાં જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો