લોકડાઉનનું પાલન ન કરનારાઓ પર અક્ષય કુમારે ઠાલવ્યો પુણ્ય પ્રકોપ, કહ્યું, બે હાથ જોડીને કહું છું ઘરે રહો

Akshay Kumar lashes out on the non-compliance of lockdown urges to stay at home
X
Akshay Kumar lashes out on the non-compliance of lockdown urges to stay at home

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:42 PM IST

એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ કોરોના વાઈરસને કારણે લગભગ આખી દુનિયા અત્યારે લોકડાઉનની સ્થિતિમાં આવી ગઈ છે. ભારતનાં તમામ રાજ્યો અને બધા જ કેન્દ્રશાસિત પ્રદેશોની પણ આ જ હાલત છે. કોરોના વાઈરસ વધુ લોકોમાં ન ફેલાય તે માટે સરકાર તરફથી લોકોને સતત ઘરમાં રહેવાની કડક સૂચના અપાઈ રહી છે. પરંતુ ઠેકઠેકાણેથી સતત લોકો લોકડાઉનનો ભંગ કરતા હોય તેવી, બહાર નીકળીને સરકારી ગાઈડલાઈન્સની હાંસી ઉડાવતા હોય તેવાં વિઝ્યુઅલ્સ સામે આવી રહ્યાં છે. આવા બેજવાબદાર લોકોની સામે સુપરસ્ટાર અક્ષય કુમારે આજે બરાબરનો રોષ ઠાલવ્યો છે.

મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઠાલવીને અક્ષય કુમારે સ્વાર્થી થઈને બહાર નીકળતા લોકોને ખખડાવ્યા છે.

અક્ષયે કહ્યું છે,

‘તમને લોકડાઉનનો મતલબ સમજાતો નથી? લોકડાઉનનો સીધો મતલબ છે કે ઘરમાં જ રહો. બહાર રખડવા માટે ન નીકળો. તમને લાગે છે કે બહાર નીકળીને તમે બહુ બહાદુરીનું કામ કરી રહ્યા છો? તમારી આ બધી બહાદુરીની હવા નીકળી જશે. તમે તો હોસ્પિટલે જશો, તમારા પરિવારને પણ લઈ જશો. ધ્યાન નહીં રાખો તો કોઈ નહીં બચે. બે હાથ જોડીને કહું છું, અક્કલ વાપરો. 

હું ફિલ્મોમાં સ્ટન્ટ કરું છું, પણ અત્યારે ખરેખર કહું છું કે જીવ તાળવે ચોંટ્યા છે. આ બીમારી સામે આખી દુનિયાની હાલત ખરાબ છે. તમારા પરિવારના હીરો બનો, જિંદગીના ખિલાડી બનો, માત્ર ઘરમાં રહો, બસ. સરકાર કહે છે ત્યાં સુધી ઘરમાં જ રહો. કોરોના સામે જંગ છેડાઈ ચૂક્યો છે. આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આપણે સૌએ આ વાઈરસને હરાવવાનો છે. 

બીજો કોઈ જંગ હોત તો હું તમને કહેત કે ઊઠો વીરો, ચાલો લડવા. પરંતુ આ જંગ જુદો છે. અહીં હું કહું છું કે હાથ ધુઓ અને ઘરે જ બેસો. જ્યાં સુધી સરકાર ન કહે ત્યાં સુધી બહાર ન નીકળો. તમે ખિલાડી બન્યા છો કે બેવકૂફ બન્યા છો, તે તમને પૂછવા માટે હું ફરીથી આવવાનો છું. 

ઘરે રહો. 

ધન્યવાદ.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી