આજથી બોલિવૂડના રાહતના દિવસો:લોકો થિયેટરમાં પાછા જવા માગે છે કે નહીં, તે નક્કી કરશે આજે રિલીઝ થઈ રહેલી અક્ષય કુમાર-કેટરીનાની ‘સૂર્યવંશી’

23 દિવસ પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • આજે નક્કી થશે કે OTTના સમયમાં માઈન્ડલેસ એક્શન અને સ્ટાર પાવરનો ફોર્મ્યુલા હિટ થશે કે નહીં
  • 3000થી વધુ સ્ક્રિન પર રિલીઝ થશે, 14 દિવસ સુધી કોઈ બીજી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી

શું OTTના કારણે લોકો થિયેટરમાં જવાનું ઓછું કરશે? OTT સિરીઝમાં શાનદાર એક્ટિંગ અને દમદાર કહાનીઓથી લોકોનો ટેસ્ટ બદલાઈ ગયો છે, શું હવે માઈન્ડલેસ એક્શન અને માત્ર સ્ટાર વેલ્યુના દમ પર ફિલ્મો ચાલશે? દોઢ-બે વર્ષથી તૈયાર થયેલી ફિલ્મો જોવામાં કોઈને રસ છે કે નહીં? આવા ઘણા સવાલોના જવાબ આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘સૂર્યવંશી’થી મળશે. બોલિવૂડ માટે આ વર્ષની સૌથી મોટી કસોટી છે. આખી ઈન્ડસ્ટ્રીને આશા છે કે સમગ્ર દેશમાં થિયેટર બિઝનેસ અહીંથી જ રી-બૂટ થઈ શકે છે.

હવે ઓડિયન્સ રાહ નહીં જુએ
આ ફિલ્મ એક મહિના બાદ નેટફ્લિકસ પર આવી જશે. પરંતુ ટ્રેડ એક્સપર્ટ અતુલ મોહનનું માનવું છે કે, તેનાથી લોકોના થિયેટરમાં જવાના કે ન જવાના નિર્ણય પર ખાસ અસર પડશે નહીં. તે જણાવે છે કે, સિનેમાહોલમાં તમે આખી દુનિયાને ભૂલીને ફિલ્મની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાવ છે. OTT પર ઘરેબેઠા ફિલ્મ જોતી વખતે તમે વચ્ચે વચ્ચે વાત કરતા રહો છો, મોબાઈલ જોતા રહો છો. સિનેમાહોલ જેવો માહોલ નથી બની શકતો.

પૈસાની વાત કરીએ તો જેમ કે, ‘એપલ’ની દરેક પ્રોડક્ટની કિંમત થોડા સમય બાદ ઘટી જાય છે. પરંતુ લોકો તેને શરૂઆતમાં જ ખરીદવા માગે છે. તેવી જ રીતે જેમણે મોટી સ્ક્રિન પર મજા માણવી હશે તેઓ OTT માટે રાહ નહીં જુએ.

કોરોના બાદ નવો બેંચમાર્ક
અતુલ જણાવે છે કે, હજી એ સમય નથી કે આ ફિલ્મને કોરોના પહેલાના 100-200 કરોડવાળા બેંચમાર્કથી માપવામાં આવે. લોકો સિનેમાહોલમાં પાછા ફરે એ જ મોટી વાત છે. આ ફિલ્મનું જેટલું પણ કલેક્શન થશે, તે આવનારી ફિલ્મો માટે નવો બેંચમાર્ક હશે.

એ પણ નક્કી થશે કે લોકોને થિયેટરમાં પાછા લાવવા હોય તો ફિલ્મ મોટા ગ્રાન્ડ સ્કેલ પર બનેલી હોવી જોઈએ, અને પોપ્યુલર સ્ટારકાસ્ટ હોવી જોઈએ. લો-બજેટ ફિલ્મો અથવા નાના સ્ટારકાસ્ટથી લોકો થિયેટરમાં પાછા નહીં આવે.

પરંતુ તેમ છતાં તે ફરીથી સાબિત થશે કે મોડા પડદાની જગ્યા કોઈ નહીં લઈ શકે. પહેલા ટીવી, સેટેલાઈટ ચેનલ્સ અને ઈન્ટરનેટની સામે પણ મોટી સ્ક્રીન હિટ સાબિત થઈ છે. એ જ ઈતિહાસનું OTTની તુલનામાં ફરીથી પુનરાવર્તન થશે.

આગળ શું અપેક્ષા
જો ‘સૂર્યવંશી’ પણ અપેક્ષા મુજબનો બિઝનેસ નહીં કરે તો બોલિવૂડ માટે તે મોટી નિરાશાની વાત હશે. ત્યારબાદ ‘બંટી ઔર બબલી-2’ને મલ્ટીપ્લેક્સ ઓડિયન્સ તો ‘સત્યમેવ જયતે-2’ને સિંગલ સ્ક્રિન ઓડિયન્સની ફિલ્મ માનવામાં આવી રહી છે. તમામ કેટેગરીના દર્શકોને પાછા લાવી શકે એવી ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ રહેલી ‘83’ હોઈ શકે છે અથવા આ જવાબદારી 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'RRR' પર રહેશે જે જાન્યુઆરીમાં એકબીજા સાથે ટકરાશે.