અક્ષય કુમાર વહેલી સવાર ઉઠીને કામ પર ચઢી જાય છે અને ઇન્ડસ્ટ્રી આ વાત સારી રીતે જાણે છે. આજે એટલે કે 19 જૂનના રોજ એક્ટરે મુંબઈ પોલીસની ઇવેન્ટ 'ઇક્વલ સ્ટ્રીટ્સ'માં ભાગ લીધો હતો. આ ઇવેન્ટ મુંબઈના મરીન ડ્રાઇવમાં યોજાઈ હતી. ઇવેન્ટમાં અક્ષય કુમાર સાઇકલિંગ તથા જોગિંગ કરતો જોવા મળ્યો હતો. અક્ષય કુમારે મુંબઈ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જે વ્હીકલ યુઝ કરે છે, તેની ટેસ્ટ ડ્રાઇવ પણ લીધી હતી.
ચાહકો સાથે વાત પણ કરી
ઇવેન્ટમાં અક્ષય કુમારે ચાહકો સાથે વાત પણ કરી હતી. ચાહકોએ અક્ષય સાથે સાઇકલિંગ ને જોગિંગ પણ કર્યું હતું. અક્ષય કુમારે હેલમેટ પહેરીને સાયકલ ચલાવી હતી. અક્ષયની સાથે મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર દિલીપ વાલ્સે પણ જોવા મળ્યાં હતાં. એક વીડિયોમાં અક્ષય કુમારે મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો.
અક્ષયની તુલના કંગના સાથે થઈ
અક્ષય કુમારે મસ્તી મજાકમાં એમ કહી દીધું હતું કે આઝાદ ઇન્ડિયા તો 1947માં જ થઈ ગયું હતું. અક્ષયના આ નિવેદનની તુલના કંગનાના નિવેદન સાથે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કંગનાએ એમ કહ્યું હતું કે સાચી આઝાદી 2014 પછી જ મળી છે. સો.મીડિયામાં અક્ષયનું આ નિવેદન ચર્ચામાં છે. એક યુઝરે કહ્યું હતું કે અક્ષયે પણ કંગનાની જેમ જ કહેવાની જરૂર હતી. આમને તો 2014 પછી જ આઝાદી મળી છે. અન્ય એકે કહ્યું હતું કે શું 2014માં મળેલી આઝાદી માત્ર મજાક હતી કે?
અક્ષયના અપકમિંગ પ્રોજેક્ટ
થોડાં સમય પહેલાં જ અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. અક્ષયની 'રક્ષાબંધન' ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ ઉપરાંત તે 'રામસેતુ', 'સેલ્ફી', 'મિશન સિન્ડ્રેલા', 'ગોરખા', 'છોટે મિયાં બડે મિયાં' જેવી ફિલ્મમાં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.