અક્કીને સાંત્વના:મમ્મીના અવસાનથી ભાંગી પડેલા અક્ષય કુમારને પૂર્વ પ્રેમિકા શિલ્પા શેટ્ટી મળવા આવી, સંજુબાબા-બોબી દેઓલ પણ આવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
ડાબેથી, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, સંજય દત્ત
  • અક્ષય કુમાર મમ્મીના અંતિમ સંસ્કાર બાદ એકદમ સૂનમૂન થઈ ગયો હતો.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની મમ્મી અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરે આઠ સપ્ટેમ્બરના રોજ હીરાનંદાની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે કરવામાં આવ્યા હતા. મમ્મીના નિધનથી અક્ષય કુમાર એકદમ ભાંગી પડ્યો છે. અક્ષય કુમારને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપવા બોલિવૂડ સેલેબ્સ તેના ઘરે આવ્યા હતા.

કોણ કોણ ઘરે આવ્યું?
અક્ષય કુમારને સાંત્વના આપવા તેની પૂર્વ પ્રેમિકા શિલ્પા શેટ્ટી પણ આવી હતી. શિલ્પા શેટ્ટી આ સમયે ઘણી જ ભાવુક જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે શિલ્પા તથા અક્ષય કુમાર વચ્ચે અફેર હતું. બંને લગ્ન કરવાના હતા, પરંતુ અક્ષયે શિલ્પા સાથે વિશ્વાસઘાત કરીને ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 'ધડકન', 'મૈં ખિલાડી તૂ અનાડી', 'જાનવર', 'ઇન્સાફ' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

શિલ્પા ઉપરાંત સંજય દત્ત, જ્હોન અબ્રાહમ તથા બોબી દેઓલ પણ આવ્યા હતા.

બોબી દેઓલ.
બોબી દેઓલ.
સંજય દત્ત.
સંજય દત્ત.
જ્હોન અબ્રાહમ.
જ્હોન અબ્રાહમ.
શિલ્પા શેટ્ટી.
શિલ્પા શેટ્ટી.
બોબી દેઓલ.
બોબી દેઓલ.
શિલ્પા શેટ્ટી.
શિલ્પા શેટ્ટી.

અંતિમસંસ્કારમાં આ સેલેબ્સ સામેલ થયા હતા
મમ્મીના અંતિમસંસ્કાર બાદ અક્ષય કુમાર એકદમ સૂનમૂન થઈ ગયો હતો. અરુણા ભાટિયાની અંતિમયાત્રામાં ડિરેક્ટર રોહિત શેટ્ટી, સાજિદ ખાન, રમેશ તૌરાણી, રિતેશ દેશમુખ, કરન કાપડિયા, આર. બાલ્કી, મુરાદ ખૈતાની, કનિકા ધિલ્લોન સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.

ડાબેથી રિતેશ દેશમુખ, મુરાદ ખૈતાની, રમેશ તૌરાણી, સાજિદ ખાન.
ડાબેથી રિતેશ દેશમુખ, મુરાદ ખૈતાની, રમેશ તૌરાણી, સાજિદ ખાન.
રોહિત શેટ્ટી.
રોહિત શેટ્ટી.
ડાબેથી ડિરેક્ટર આર. બાલકી, અશ્વિન વર્ડે, વિપુલ શાહ.
ડાબેથી ડિરેક્ટર આર. બાલકી, અશ્વિન વર્ડે, વિપુલ શાહ.

મમ્મીના અંતિમસંસ્કાર બાદ ડિરેક્ટરની માતાના અંતિમસંસ્કારમાં ગયો
'રાંઝણા', 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા આનંદ એલ રાયની મમ્મીનું અવસાન પણ 8 સપ્ટેમ્બરના રોજ થયું હતું. તેમના અંતિમસંસ્કારમાં અક્ષય કુમાર પણ આવ્યો હતો.

આનંદ એલ રાયની માતાના અંતિમસંસ્કારમાં અક્ષય કુમાર.
આનંદ એલ રાયની માતાના અંતિમસંસ્કારમાં અક્ષય કુમાર.
અન્ય સમાચારો પણ છે...