તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પોતાની મમ્મીની ચિતા પણ નહોતી ઠરી અને અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયની માતાના અંતિમસંસ્કારમાં સામેલ થયો

મુંબઈ16 દિવસ પહેલા
  • અક્ષય કુમારના મમ્મીએ આજે (8 સપ્ટેમ્બર) હીરાનંદાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની મમ્મી અરુણા ભાટિયાનું ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ સવારે અવસાન થયું હતું. 77 વર્ષીય અરુણા ભાટિયા છેલ્લાં છ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. હવે 'રાંઝણા', 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા આનંદ એલ રાયની મમ્મીનું અવસાન થયું છે.

આનંદ એલ રાય તથા ભાઈ રવિ રાય મમ્મીની ઘણી જ નિકટ હતા. સમાચાર મળતા જ તેઓ તરત જ ઘરે ગયા હતા. પ્રોડ્યૂસર શૈલેષ સિંહ પણ તેમના ઘરે સાંત્વના આપવા આવ્યા હતા. આટલું જ નહીં અક્ષય કુમાર પણ અંતિમસંસ્કારમાં સામેલ થયો હતો.

આનંદ એલ રાયની માતાના અંતિમસંસ્કાર તસવીરોમાં....

ઉલ્લેખનીય છે કે આનંદ એલ રાય તથા અક્ષય કુમાર ફિલ્મ 'અતરંગી રે' તથા 'રક્ષાબંધન'માં સાથે કામ કરી રહ્યા છે. 'રક્ષાબંધન'માં અક્ષય કુમારની સાથે ભૂમિ પેડનેકર છે. 'અતરંગી રે'માં અક્ષયની સાથે સારા અલી ખાન તથા ધનુષ છે.

હાલમાં જ આનંદ એલ રાયે 'રક્ષાબંધન'ના સેટ પરની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને ડિરેક્ટરે કહ્યું હતું, 'આનાથી કોઈ ફેર નથી પડતો કે તમે ક્યાં જઈ રહ્યા છો. ફરક તેનાથી પડે છે કે તમે કોની સાથે જાઓ છો. આભાર અક્ષયસર, આ સુંદર સફરમાં મારી સાથે ચાલવા માટે. રક્ષાબંધન.'