મુંબઈમાં પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ:અક્ષય કુમાર-સોનુ સૂદે શિડ્યૂલ શરૂ કર્યું, કેન્સરની સારવાર કરાવી રહેલો સંજય દત્ત દિવાળી પછી શૂટિંગ શરૂ કરશે

2 વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
‘પૃથ્વીરાજ’ના સેટ પર અક્ષય કુમાર. હાલમાં જ શિડ્યૂલ મુંબઈમાં શરૂ થયું છે, ફિલ્મમાં સોનુ સૂદ પૃથ્વીરાજ ચૌહાણ(અક્ષય કુમાર)ના મિત્ર ચંદબરદાઈના રોલમાં હશે, જે આગળ જઈને  રાજકવિ અને સહયોગી બની જાય છે. - Divya Bhaskar
‘પૃથ્વીરાજ’ના સેટ પર અક્ષય કુમાર. હાલમાં જ શિડ્યૂલ મુંબઈમાં શરૂ થયું છે, ફિલ્મમાં સોનુ સૂદ પૃથ્વીરાજ ચૌહાણ(અક્ષય કુમાર)ના મિત્ર ચંદબરદાઈના રોલમાં હશે, જે આગળ જઈને રાજકવિ અને સહયોગી બની જાય છે.

અક્ષય કુમાર અને સોનુ સૂદે ‘પૃથ્વીરાજ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરથી અક્ષય કુમારનો એક્સક્લુઝિવ ફોટો દિવ્ય ભાસ્કરને મળ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ શિડ્યૂલ 30 નવેમ્બર સુધી ચાલશે. હાલ શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં જ ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં મુંબઈના મડ આઈલેન્ડમાં પૂરું કરવામાં આવશે.

કોરોનાને લીધે લાંબું શિડ્યૂલ
ફિલ્મનું શિડ્યૂલ લાંબું એટલા માટે છે, કારણ કે રોજ બધાનો કોરોના ટેસ્ટ થાય છે. ક્રૂ-મેમ્બર્સનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેમને સ્ટુડિયોમાં એન્ટ્રી આપવામાં આવે છે. તેમને એકસાથે બાજુનું જ હોટલમાં રાખ્યા છે.

સંજુ દિવાળી પછી શૂટિંગ કરશે
આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે. તે મોહમ્મદ ઘોરીના રોલમાં છે, પણ હાલ તે ઈમ્યુનો થેરપી કરાવી રહ્યો છે આથી તેનું શિડ્યૂલ દિવાળી પછી રાખ્યું છે. હાલ અક્ષય કુમાર, સોનુ સૂદ અને માનવ વિજની સિક્વન્સ પર કામ ચાલુ છે. 13 તારીખથી માનુષી છિલ્લર પણ શૂટિંગમાં સામેલ થશે.

લોકડાઉન પહેલાં મોટો ભાગ શૂટ થઈ ગયો છે
સેટ પર હાજર એક સૂત્રએ જણાવ્યું હતું કે માર્ચમાં લોકડાઉન થયા પહેલાં ફિલ્મનો મોટો ભાગ શૂટ થઇ ગયો હતો. જયપુરમાં રાજા-મહારાજાના મહેલોનો એક્સ્ટિરિયરના સ્ટોક ફૂટેજ બાકી છે. બાકીના ભાગનું શૂટિંગ પૂરું કરવા માટે YRF સ્ટુડિયોની અંદર મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાં ઇન્ટીરિયર જયપુરના એક્સ્ટિરિયર શોટ સાથે મર્જ કરવામાં આવશે.

અમે ફિલ્મના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીનો સંપર્ક કર્યો, તેમણે કહ્યું હતું કે હા, અમે YRF સ્ટુડિયોમાં પૃથ્વીરાજનું શૂટિંગ ફરીથી ચાલુ કર્યું છે અને આ શિડ્યૂલને લઇને આખી ટીમ ઘણી એક્સાઈટેડ છે.

અન્ય સમાચારો પણ છે...