તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Akki Jackie's Hit Jodi: Akshay Kumar Jacqueline Fernandez's Seventh Film Will Be Ram Setu, Actress Will Shoot Bachchan Pandey In Jaisalmer From Next Week

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્કી- જેકીની હિટ જોડી:અક્ષય કુમાર- જેકલીન ફર્નાન્ડિઝની સાતમી ફિલ્મ હશે 'રામસેતુ', આવતા અઠવાડિયાથી જેસલમેરમાં 'બચ્ચન પાંડે'નું શૂટિંગ કરશે એક્ટ્રેસ

2 મહિનો પહેલા

એક્ટર અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ 'રામસેતુ'ને લઈને ચર્ચામાં છે અને હવે સમાચાર છે કે આ ફિલ્મમાં તેની ઓપોઝિટ જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે. જોકે અત્યારસુધી આના પર કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી પણ ફિલ્મ સાથે જોડાયેલા અને નજીકના સૂત્રોએ જણાવ્યું કે જેકલીનને 'રામસેતુ' ફિલ્મમાં કાસ્ટ કરી લેવાઈ છે. આ ફિલ્મની સ્ટોરી એકતા અને ભાઈચારા પર આધારિત હશે. તેનું શૂટિંગ અયોધ્યામાં જ કરવામાં આવશે. તેના માટે અક્ષય કુમારે અગાઉ જ સીએમ યોગી આદિત્યનાથની પરવાનગી માટે મુલાકાત કરી લીધી છે.

જેકલીન જેસલમેરમાં 'બચ્ચન પાંડે'નું શૂટિંગ કરશે
જેકલીન આવતા અઠવાડિયાથી જેસલમેરમાં ફિલ્મ 'બચ્ચન પાંડે'નું શૂટિંગ શરૂ કરશે. તે ત્યાં અક્ષય અને અન્ય સ્ટાર્સ સાથે ફિલ્મના અમુક ઈમ્પોર્ટન્ટ સીન શૂટ કરશે. ડેવલપમેન્ટ સાથે જોડાયેલા સોર્સે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ લગભગ બે મહિનામાં થઇ જશે અને પછી મુંબઈમાં તેનું રેપ અપ હશે.

સલમાનની ફિલ્મ 'રાધે'માં દેખાશે જેકલીન
જેકલીન હાલ તેની અન્ય ફિલ્મોને લઈને પણ ચર્ચામાં છે. સૌથી પહેલા તેની સલમાન સાથે આવનારી ફિલ્મ 'રાધે' હશે. આ ફિલ્મ આ વર્ષે ઈદના રોજ રિલીઝ થશે. આ સિવાય જેકલીન 'અટેક', 'સર્કસ', 'ભૂત પોલીસ' વગેરે ફિલ્મોમાં દેખાશે. અક્ષય અને જેકલીન અત્યારસુધી 'હાઉસફુલ', 'હાઉસફુલ 2', 'હાઉસફુલ 3', 'બ્રધર્સ' વગેરે ફિલ્મોમાં સાથે હતા અને હવે આ જોડી 'બચ્ચન પાંડે' અને 'રામસેતુ'માં દેખાશે. આ અક્ષય- જેકલીનની સાથે સાતમી ફિલ્મ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો