'દૃશ્યમ 2'ની ડબલ સેન્ચુરી:200 કરોડ ક્લબમાં સામેલ થનારી અજય દેવગનની ત્રીજી ફિલ્મ બની

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

'દૃશ્યમ 2'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. હવે આ ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. અજયના કરિયરની આ ત્રીજી ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. આ ફિલ્મે 203.59 કરોડની કમાણી કરી છે. આ પહેલા અજયની 'તાન્હાજી' તથા 'ગોલમાલ અગેઇન' 200 કરોડ ક્લબમાં સામેલ હતા.

ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન શૅર કરીને કહ્યું હતું, 'દૃશ્યમ 2' 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. અજયની ડબલ સેન્ચુરી લગાવનારી ત્રીજી ફિલ્મ છે. 2017માં 'ગોલમાલ અગેન' 24 દિવસમાં, 2020માં 'તાન્હાજી' 15 દિવસમાં તથા 'દૃશ્યમ 2' 23 દિવસમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઈ. વીક 4: શુક્રવાર 2.62 કરોડ, શનિવાર 4.67 કરોડ, કુલઃ 203.59 કરોડ.' આ ફિલ્મ નોન હોલીડે પર રિલીઝ થઈ હતી.

200 કરોડ ક્લબમાં સામેલ થનારી અજયની ત્રીજી ફિલ્મ
નવી ફિલ્મ રિલીઝ થવા છતાં 'દૃશ્યમ 2'ની કમાણી પર ખાસ ફરક પડ્યો નથી. 2020માં આવેલી 'તાન્હાજી'એ 279.55 કરોડની કમાણી કરી હતી. 2017માં 'ગોલમાલ અગેન'એ 205.69 કરોડનું કલેક્શન કર્યું હતું.

ફિલ્મ 60 કરોડના બજેટમાં બની
'દૃશ્યમ 2'નું બજેટ 60 કરોડની આસપાસ હતું. ફિલ્મે ત્રીજા જ દિવસે બજેટ કરતાં વધુ કમાણી કરી હતી. આ ફિલ્મને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અજય ઉપરાંત તબુ, શ્રિયા સરન, અક્ષય ખન્ના તથા ઈશિતા દત્તા છે. ફિલ્મના પહેલા ભાગને નિશિકાંત કામતે ડિરેક્ટ કર્યો હતો. જોકે, તેમના અવસાન બાદ ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેકે બીજા ભાગને ડિરેક્ટ કર્યો.

મલયાલમ ફિલ્મની હિંદી રીમેક
'દૃશ્યમ 2' સાઉથના સુપરસ્ટાર મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ 'દૃશ્યમ 2'ની હિંદી રીમેક છે. મલયાલમમાં આ બંને ફિલ્મને જીતુ જોસેફે ડિરેક્ટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...