તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેપ્પી બર્થડે:અજય દેવગનનો દીકરો યુગ 11 વર્ષનો થયો, સો.મીડિયામાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અજય દેવગન તથા કાજોલનો દીકરો યુગ 13 સપ્ટેમ્બરના રોજ 11 વર્ષનો થયો છે. અજયે સો.મીડિયામાં યુગની તસવીર શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અજયે દીકરાને બર્થડે વિશ કર્યું
અજયે દીકરાની તસવીર શૅર કરી છે, જેમાં યુગ ટી શર્ટ તથા શોર્ટ્સમાં સૂતો જોવા મળે છે. તેણે કહ્યું હતું, 'હેપ્પી બર્થડે બોય. હેપ્પી ટાઇમનો અર્થ છે કે તારી આસપાસ હોવું. તું જાગે અને કેન્ડલને ફૂંક મારે તેની રાહ જોવું છું.'

માસી તનીષાએ પણ વિશ કર્યું
કાજોલની બહેન તનીષાએ પણ યુગને સો.મીડિયામાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે યુગ સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે મારા યુગ. મારો સમજદાર, બુદ્ધિમાન તથા પ્રેમાળ છોકરો. હું તને દિલથી પ્રેમ કરું છું. કાજોલ વિશ્વાસ નથી થતો કે યુગ 11 વર્ષનો થયો છે.'

13 સપ્ટેમ્બર, 2010ના રોજ જન્મ થયો
અજય તથા કાજોલે 1999માં લગ્ન કર્યા હતા. કાજલોને 18 વર્ષની દીકરી ન્યાસા છે. 13 સપ્ટેમ્બર, 2010ના રોજ કાજોલે દીકરા યુગને જન્મ આપ્યો હતો. અજય છેલ્લે ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇટ ઓફ ઇન્ડિયા'માં જોવા મળ્યો હતો. અજય હવે બ્રિટિશ સિરીઝ 'લૂથર'ની રીમેક 'રુદ્ર'થી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ સિરીઝમાં ઈશા દેઓલ પણ જોવા મળશે.

યુગ હૉરર ફિલ્મ જોઈને ડરાવે છે
અજયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુગને હૉરર ફિલ્મ જોવી ઘણી જ ગમે છે. તે ક્યારેય હૉરર ફિલ્મ જોવાથી ડરતો નથી. તે હૉરર ફિલ્મ જોઈને ઘરમાં બીજાને ડરાવે છે.