તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ફર્મ રિલીઝ ડેટ:અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' 13 ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 જુલાઈના રોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે

અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફાઇનલી હવે 15 ઓગસ્ટના બે દિવસ પહેલાં એટલે કે 13 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવશે. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, એમી વિર્ક, નોરા ફતેહી, શરદ કેલકર જેવા કલાકારો છે.

ફિલ્મનું ટ્રેલર 12 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. રિલીઝ ડેટની અનાઉન્સમેન્ટની સાથે ફિલ્મનું મોશન પોસ્ટ રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં 1971માં થયેલા ઇન્ડો-પાક યુદ્ધની વાત
ફિલ્મ વર્ષ 1971માં થયેલી ઇન્ડો-પાક વૉરની વાર્તા છે. ફિલ્મ ભુજ એરબેઝના સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિક પર આધારિત છે. અજય દેવગને વિજયનો રોલ પ્લે કર્યો છે. ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડને (એરસ્ટ્રિપ) ફરીથી બનાવ્યો હતો.

  • અજય દેવગને ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવી છે.
  • ફિલ્મમાં સંજય દત્તે ‘રણછોડદાસ સવાભાઈ રબારી’નો રોલ ભજવ્યો છે, જેને ‘પગી’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ફક્ત પગના પંજાની છાપ પરથી જ વ્યક્તિની હાઈટ, વજન, તે કેટલો સામાન ઊંચકીને જાય છે, કઈ દિશામાં જાય છે તે બધાની ચોક્કસ માહિતી કહી શકતા હતા. 2003માં 112 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે પોતાની આ આવડતથી ઇન્ડિયન આર્મીની ઘણી જ મદદ કરી હતી.
  • સોનાક્ષી સિંહા સામાજિક કાર્યકર ‘સુંદરબેન’ની ભૂમિકામાં જોવા મળશે. સુંદરબેન સામાજિક કાર્યકરની સાથે એક ખેડૂત પણ હોય છે. તેમણે જ માધાપરની બીજી 299 મહિલાઓને એરપોર્ટનો રનવે બનાવવા માટે તૈયાર કરી હતી.
  • સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલના પાત્રમાં છે. તેઓ વિઘાકોટ ચોકી પર તૈનાત હતા અને 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં લડ્યાં હતાં.
  • પંજાબી સ્ટાર એમી વિર્ક ફાઈટર પાઈલટની ભૂમિકામાં છે, જેમનો ભારતની ઐતિહાસિક જીતમાં અમૂલ્ય ફાળો હતો.

20 કરોડની સીક્વન્સ પર 35 કરોડના VFX
ફિલ્મનો 70% ભાગ એક્શન સીક્વન્સથી ભરપૂર છે. આ એક્શનને કોરિયોગ્રાફ કરવા માટે 'બાહુબલી' ફૅમ એક્શન ડિરે્કટર પીટર હેન્સને હાયર કરવામાં આવ્યા છે. ફિલ્મના એક્શન સીક્વન્સ પાછળ 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સીક્વન્સ પર 35 કરોડના VFX વર્ક કરવામાં આવ્યું છે.

NY સ્ટૂડિયોમાં પોસ્ટ પ્રોડક્શનમાં કામ થઈ રહ્યું છે
હાલમાં ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ NY (ન્યાસા યુગ) સ્ટૂડિયોમાં થઈ રહ્યું છે. અજય દેવગન ફિલ્મની ક્વૉલિટી સાથે સહેજ પણ છેડછાડ કરવા તૈયાર નથી અને તેથી જ પોસ્ટ પ્રોડક્શનના કામમાં ઘણો જ સમય થઈ રહ્યો છે. ફિલ્મનું એડિટિંગ પૂરું થઈ ગયું છે. વૉર સીક્વન્સના સીન પર હેવી VFXનું કામ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...