ફિલ્મ રિવ્યૂ:અજય દેવગનની 'દૃશ્યમ 2'માં દમદાર ડાયલોગ ને સુપર્બ એક્ટિંગ જોવા મળી

મુંબઈ17 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • સ્ટાર-કાસ્ટઃ અજય દેવગન, શ્રિયા સરણ, અક્ષય ખન્ના, તબુ, ઈશિતા દત્તા
  • રેટિંગઃ 3.5/5
  • ડિરેક્ટરઃ અભિષેક પાઠક
  • પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર, કુમાર મંગત,
  • મ્યૂઝિકઃ દેવી શ્રી પ્રસાદ

આ વર્ષે સાઉથની ઘણી ઓછી ફિલ્મની હિંદી રીમેક સારી બની શકી છે. જોકે, 'દૃશ્યમ 2' આ માન્યતા તોડી શકે છે. ગયા વર્ષે મોહનલાલની 'દૃશ્યમ 2' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે આ વર્ષે હિંદી રીમેક અભિષેક પાઠકે બનાવી છે. અભિષેક પાઠક માટે ફ્રેંચાઇઝીની ગુણવત્તાને મેઇટેઇન રાખવી એક પડકાર હતો. તે આ લિટમસ ટેસ્ટમાં પાસ થઈ ગયો છે.

વિજય સાલગાંવકર, ગાયતોંડે, મીરા દેશમુખ, નંદિની, અંજુ, અનુ જેવા પાત્રોએ ગઈ વખતની જેમ આ વખતે પણ પોતાના અંદાજ તથા લાગણીથી દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં એક નવું પાત્ર IG તરુણ અહલાવત ઉમેરાયું છે. આ પાત્ર અક્ષય ખન્નાએ ભજવ્યું છે. વિજયને આરોપી સાબિત કરવામાં તરુણ શાતિર રમત રમતો જોવા મળ્યો છે.

ગાયતોંડે પોતાનો બદલો લેવા આકાશ-પાતાળ એક કરી નાખે છે. વિજય પોતાનો ગુનો કબૂલ કર્યા બાદ પણ પોતાને અને પરિવારને કેવી રીતે બચાવે છે તે આ વાત ફિલ્મમાં ઘણી જ સુંદર રીતે બતાવવામાં આવી છે.

આ ફિલ્મનો સૌથી સ્ટ્રોંગ પોઇન્ટ રાઇટિંગ છે. અઢળક સારા સંવાદો દરેક પાત્રોના ભાગમાં આવ્યા છે. અક્ષય ખન્નાનો એક ડાયલોગ છે, 'ન્યાય કી જરુરત સબકો હૈ, મગર સબસે જ્યાદા જરુરત મરે હુએ કો પડતી હૈ.' આ ફિલ્મમાં મગજની કશ્મકશ, સસ્પેન્સ તથા હ્યુમર બધું જ એક સાથે ચાલે છે. ફિલ્મમાં વિજય સાલગાંવકર કેબલ ઓપરેટરમાંથી થિયેટરનો માલિક બની છે અને હવે તે માન-પ્રતિષ્ઠા ધરાવતા લોકો સાથે ઊઠે-બેસે છે.

આ ફિલ્મમાં તમામ કલાકારોની તથા ક્રૂ મેમ્બર્સની મહેનત જોવા મળે છે. દર્શકોને જો આ ફિલ્મ ગમે છે તો બોલિવૂડમાં હજી વધારે સાઉથની રીમેક બનશે.

અન્ય સમાચારો પણ છે...