બોલિવૂડ એક્ટર અજય દેવગન તથા એક્ટ્રેસ કાજોલની દીકરી ન્યાસા હાલમાં વધુ અભ્યાસ અર્થે સ્વિટ્ઝરલેન્ડ ગઈ છે. અહીંયા તેને જ્યારે પણ સમય મળે ત્યારે મિત્રો સાથે પાર્ટી માણતી હોય છે. હાલમાં જ ન્યાસાની પાર્ટીની તસવીરો વાઇરલ થઈ છે. ન્યાસા અવાર-નવાર મિત્રો સાથે વેકેશન મનાવવા જતી હોય છે. ઓરહાન બોલિવૂડ સ્ટાર-કિડ્સનો ફ્રેન્ડ છે. તે અવાર-નવાર જાહન્વી કપૂર, ખુશી કપૂર સાથે જોવા મળતો હોય છે. વચ્ચે એવી પણ અફવા ઉડી હતી કે ઓરહાન તથા જાહન્વી કપૂર એકબીજાને ડેટ કરે છે.
મિત્રો સાથે પાર્ટી માણી
શોર્ટ બ્લેક ડ્રેસમાં ન્યાસા ઘણી જ ગ્લેમરસ લાગતી હતી. ન્યાસાના મિત્રો પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. ન્યાસાના ખાસ મિત્ર ઓરહાન અવત્રામણીએ પાર્ટીની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે.
અજયે દીકરીના ડેબ્યૂ અંગે શું કહ્યું હતું?
અજય દેવગન તથા કાજોલની મોટી દીકરી ન્યાસા છે. ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. અજયે દીકરીના ફ્યૂચર અંગે વાત કરતાં કહ્યું હતું કે તેને પણ ખ્યાલ નથી કે ન્યાસા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે કે નહીં. તેણે હજી સુધી આ ફિલ્ડમાં આવવાની કોઈ ઈચ્છા પ્રગટ કરી નથી. ન્યાસાને 11 વર્ષીય ભાઈ યુગ પણ છે.
કાજોલે દીકરી અંગે કહ્યું હતું કે જો ન્યાસા બોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે તો તે તેના નિર્ણયને સપોર્ટ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.