સ્ટારકિડની પાર્ટી:અજય દેવગનની દીકરીએ લંડનમાં મિત્રો સાથે પાર્ટી કરી, મિની સ્કર્ટ ને શોર્ટ ટોપમાં જોવા મળી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજય દેવગનની દીકરી હાલમાં લંડનમાં અભ્યાસ કરી રહી છે

બોલિવૂડ એક્ટર અજય દેવગનની દીકરી ન્યાસા દેવગનની પાર્ટી કરતી તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ન્યાસાએ લંડનમાં મિત્રો સાથે પાર્ટી કરી હતી.

મિત્રો સાથે જોવા મળી
19 વર્ષીય ન્યાસા હાલમાં લંડનમાં છે. તેણે અહીંયા ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી હતી. ન્યાસાના ફ્રેન્ડ ઓરહાને સો.મીડિયામાં પાર્ટીની તસવીરો શૅર કરી હતી. ન્યાસા વ્હાઇટ ટોપ તથા મિની સ્કર્ટમાં જોવા મળી હતી.

મિત્રો સાથે ડાન્સ કર્યો
ન્યાસાએ મિત્રો સાથે શાહરુખ-દીપિકાની ફિલ્મ 'હેપી ન્યૂ યર'ના ગીત 'ઇન્ડિયા વાલે..' પર ડાન્સ કર્યો હતો.

લંડનમાં ભણે છે
ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. મે મહિનાની શરૂઆતમાં ન્યાસા એક્ટર અર્જુન રામપાલની દીકરી માહિકા તથા અન્ય ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે લેકમે ફેશનવીક 2022માં ન્યાસા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં જોવા મળી હતી.

એપ્રિલમાં 19મો બર્થડે સેલિબ્રેટ કર્યો
ન્યાસાએ એપ્રિલમાં પોતાનો 19મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અજય દેવગન તથા કાજોલે દીકરીને સો.મીડિયામાં સ્પેશિયલ પોસ્ટ શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અજય-કાજોલે 1999માં લગ્ન કર્યા
કાજોલ તથા અજય દેવગને 1999માં લગ્ન કર્યા હતા. 2003માં કાજોલે દીકરી ન્યાસા અને 2010માં દીકરા યુગને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ અજય દેવગને દીકરીના બોલિવૂડ ડેબ્યૂ અંગે વાત કરી હતી. અજયે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે દીકરીને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે કે નહીં. હાલમાં તો તેને એક્ટિંગમાં રસ નથી. જોકે, બાળકોનું મન ગમે ત્યારે બદલાઈ જાય છે. તે વિદેશમાં છે અને અભ્યાસ પર ફોકસ કરી રહી છે.