અજય દેવગણ યમરાજ બનશે:‘થેંક ગોડ’ ફિલ્મમાં યમલોકની સ્ટોરી હશે, મેકર્સનો દાવો-‘મુન્નાભાઈ MBBS’ અને ‘3 ઈડિયટ્સ’ની જેમ દર્શકોને હસાવશે અને સાથે મેસેજ પણ આપશે

6 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂલ પૂરું થઈ ગયું છે.
  • યમરાજા માટે અજયે વજન વધાર્યું નથી
  • સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીતની લવસ્ટોરી પણ હશે

અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સ્ટારર અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’ છે. ફિલ્મના ડિરેક્ટર ઇન્દ્ર કુમાર છે અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને આનંદ પંડિત છે. સ્લાઈસ ઓફ લાઈફ કોમેડી ઝોનરની આ ફિલ્મ વિશે ભાસ્કરે અમુક માહિતી ભેગી કરી છે. આ ફિલ્મમાં યમલોકની સ્ટોરી દેખાડવામાં આવશે અને એમાં અજય યમરાજાના રોલમાં દેખાશે. ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂલ પૂરું થઇ ગયું છે. કોરોના સંકટ ટળ્યા પછી મેકર્સ સેકન્ડ શિડ્યૂલનું શૂટિંગ શરૂ કરી દેશે.

સિદ્ધાર્થ-રકુલ વચ્ચે લવ એન્ગલ હશે
સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, અત્યારસુધી સ્ક્રીન પર ભારે ભરખમ અને ભેંસ પર બેઠેલા યમરાજ દેખાડવામાં આવતા હતા, એવું આ ફિલ્મમાં કંઈ જ નહિ હોય. આ માટે અજયે વજન પણ વધાર્યું નથી, કારણ કે એનો ગેટઅપ સામાન્ય માણસ જેવો જ હશે. બીજી તરફ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીતની લવસ્ટોરી પણ દેખાશે. ફિલ્મમાં ચાર સોંગ હશે, પણ કોઈ આઈટમ સોંગ નહિ હોય. ફિલ્મની સ્ટોરી મુન્નાભાઈ ‘MBBS’ અને ‘3 ઈડિયટ્સ’ની જેમ દર્શકોને હસાવશે પણ ખરા અને એક મેસેજ પણ આપશે.

ફિલ્મમાં અજય ભેંસ પર સવાર હાથમાં નાગપાશ લઈને નહીં દેખાય.
ફિલ્મમાં અજય ભેંસ પર સવાર હાથમાં નાગપાશ લઈને નહીં દેખાય.

35થી 40 દિવસનું શૂટિંગ હજુ બાકી
ફિલ્મનું પ્રથમ શિડ્યૂલ મુંબઈમાં ચાલુ હતું, એ પૂરું થઇ ગયું છે. આ 8-10 દિવસનું નાનું શિડ્યૂલ હતું, શિડ્યૂલમાં અજય દેવગણ સામેલ નહોતો. ફિલ્મમેકર સેકન્ડ શિડ્યૂલ શૂટ કરવાની રાહ જોઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેર અને લોકડાઉન ચાલુ થઇ ગયાં. એની અસર ફિલ્મ પર થઈ. હવે આ ફિલ્મનું 35થી 40 દિવસનું શૂટિંગ બાકી છે; બાકીનું શૂટિંગ મુંબઈમાં જ થશે.

અજયે ફિલ્મ 'મેડે'નું શૂટિંગ સ્થગિત કર્યું
ભારતમાં કોરોનાના વધતા કેસોને કારણે અજય દેવગણના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'મેડે'નું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. અજય તમામ પ્રિકોશન્સની સાથે મહામારી વચ્ચે ડિસેમ્બર 2020થી ફિલ્મને શૂટ કરી રહ્યો હતો.

કોરોનાના વધતા કેસોને લીધે અજયે દોહા જવાનું કેન્સલ કર્યું.
કોરોનાના વધતા કેસોને લીધે અજયે દોહા જવાનું કેન્સલ કર્યું.

ફિલ્મ 'મેડે' એક સત્ય ઘટના પર આધારિત છે
અજયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 'મેડે' 2015માં થયેલી એક સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે દોહા-કોચીની ફ્લાઈટ ખરાબ વિઝિબિલિટી કારણે બંધ થઈ ગઈ હતી, ત્યારે એને દક્ષિણ ભારતના બીજા એરપોર્ટ તરફ લઈ જવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ ભારતનાં ઘણાં એરપોર્ટ પર થવાનું હતું, પરંતુ મહામારીને કારણે આવું થઈ શક્યું નહીં.

અજય દેવગણ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ જોવા મળશે
અજયની ફિલ્મો વિશે વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘તાનાજી’માં જોવા મળ્યો હતો. તેની અપકમિંગ ફિલ્મ 'ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા', 'મેદાન', 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'મેડે' છે.