સ્ટે હોમ:અજય દેવગણે લોકડાઉનની પરિસ્થિતિ પર આધારિત સોન્ગ ‘ઠહેર જા’ રિલીઝ કર્યું, દીકરા યુગે અજયને ઘરે શૂટિંગમાં અસિસ્ટ કર્યો હતો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાને પણ કોરોના વાઇરસ પર આધારિત સોન્ગ ‘પ્યાર કરોના’ રિલીઝ કર્યું હતું

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. સેલેબ્સ લોકોને અપીલ કરી રહ્યા છે કે ઘરે જ રહો અને સુરક્ષિત રહો. આ જ વાતને લોકો સુધી પહોંચાડવા અજય દેવગણે એક સોન્ગ રિલીઝ કર્યું છે. તેના જ પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલ આ ‘ઠહેર જા’ સોન્ગ શેર કરી તેણે લખ્યું કે, પોઝ, રિફ્લેક્ટ, પ્રે. આપણે આ મુસીબતને સાથે મળીને પાર કરશું. સ્ટે સેફ, સ્ટે હેપ્પી. અપનો કે લિયે ઠહેર જા.

આ વીડિયોમાં અજયની સાથે તેનો 9 વર્ષીય દીકરો યુગ પણ છે. અજયના જણાવ્યા અનુસાર આ સોન્ગ મેન્ટલ હેલ્થ અને હેપ્પીનેસ માટેનું છે. આખું જીવન આપણે પરિવાર માટે કામ કરતા રહ્યા અને અત્યારે હવે આપણે તે જ પરિવારની સુરક્ષા માટે ઘરે રહેવાનું છે. ઘરે રહેવાનું છે અને સાથે શાંત અને ખુશ પણ રહેવાનું છે.

આ સોન્ગને અનિલ વર્માએ લખ્યું છે જેમણે અજયની ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ના સોન્ગ લખ્યા હતા. આ સોન્ગના કમ્પોઝર અને સિંગર મેહુલ વ્યાસ છે. આ સોન્ગનો કન્સેપ્ટ અજય દેવગણનો હતો. અજયે સોન્ગનું શૂટિંગ ઘરે જ કર્યું છે. તેની પાસે જે કંઈપણ રિસોર્સીસ હતા તેનો ઉપયોગ કરીને શૂટિંગ કર્યું. આ શૂટિંગમાં તેના દીકરા યુગે પણ તેની મદદ કરી હતી. . હાલની પરિસ્થિતિ પર આધારિત એક સોન્ગ સલમાન ખાને પણ રિલીઝ કર્યું હતું. ‘પ્યાર કરોના’ સોન્ગ સલમાનની યુ ટ્યુબ ચેનલ પર છે જેને સલમાને લખ્યું છે અને ગાયું પણ છે. અક્ષય કુમારે ડોક્ટર્સને ટ્રિબ્યુટ આપતું સોન્ગ ‘તેરી મિટ્ટી’ શેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...