તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું ટ્રેલર રિલીઝ:ફિલ્મમાં દેશભક્તની ભૂમિકામાં અજય દેવગન, કહ્યું- મૈં જીતા હૂં મરને કે લિયે, મેરા નામ હૈ સિપાહી

મુંબઈ22 દિવસ પહેલા
  • અજય દેવગનની આ ફિલ્મ 13 ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

બોલિવૂડ એક્ટર અજય દેવગને સોમવાર, 12 જુલાઈના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. સો.મીડિયામાં વીડિયો શૅર કરીને અજયે કહ્યું હતું, 'જ્યારે બહાદુરી તમારું કવચ બની જાય તો દરેક ડગલું તમને જીત તરફ લઈ જાય છે. અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધની વણકહેલી વાતનો અનુભવ કરો. #BhujThePrideOfIndia'

ફિલ્મમાં સોનાક્ષી સિંહા એક્શન કરતી જોવા મળી
ટ્રેલરની શરૂઆતમાં ભુજ એરપોર્ટ પર એરસ્ટ્રાઇક થાય છે. ફિલ્મમાં સોનાક્ષીનો અલગ જ અંદાજ જોવા મળે છે. તે એક્શન કરે છે. ટ્રેલરમાં જબરજસ્ત એક્શન, શાનદાર સંવાદો તથા ફાઇટ સીન્સ છે. દરેક પાત્રે દમદાર પર્ફોર્મન્સ આપ્યું છે. મિસાઇલ લૉન્ચથી લઈને વૉરશિપ પર હુમલા સુધી, ફિલ્મમાં ઘણી જ એક્શન સીક્વન્સ જોવા મળે છે.

દમદાર સંવાદો સાંભળવા મળ્યા
ટ્રેલરમાં દરેક મહત્ત્વના પાત્રો દમદાર સંવાદો બોલતા સાંભળવા મળે છે, જેમ કે 'મરાઠા સિર્ફ દો હી બાત જાનતા હૈ...મારના યા મરના', 'કિસી કી જાન બચાને કે લિયે કી ગઈ હિંસા ધર્મ હૈ, તાજમહલ પ્યાર કી નિશાની હૈ તો હિંદુસ્તાન તેરે બાપ કી કહાની હૈ..', 'યા ખુદા તેરી અદાલત મેં મેરી એક જમાનત રખના, મૈં રહૂં યા ના રહૂં મેરે હિંદુસ્તાન કો સલામત રખના.' ટ્રેલરમાં અંતે અજય દેવગન બોલે છે, 'મેરે મરને કા માતમ મત કરના, મૈંને ખુદ યહ શહાદત ચુની હૈ. મૈં જીતા હૂં મરને કે લિયે, મેરા નામ હૈ સિપાહી.'

ફિલ્મ સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકના જીવન પર આધારિત
ડિરેક્ટર અભિષેક દુધૈયાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વર્ષ 1971માં થયેલી ઇન્ડો-પાક વૉરની વાર્તા છે. અજય દેવગને વિજયનો રોલ પ્લે કર્યો છે. ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડને (એરસ્ટ્રિપ) ફરીથી બનાવ્યો હતો.

13 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફાઇનલી હવે 15 ઓગસ્ટના બે દિવસ પહેલાં એટલે કે 13 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવશે. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, એમી વિર્ક, નોરા ફતેહી, શરદ કેલકર જેવા કલાકારો છે.

અન્ય સમાચારો પણ છે...