બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' એટલે કે રવીના ટંડનની દીકરી રાશા બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. 17 વર્ષીય રાશા 'કાઈ પો છે' ફૅમ ડિરેક્ટર અભિષેક કપૂરની અપકમિંગ એક્શન એડવેન્ચર ફિલ્મમાં લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમાન પણ ડેબ્યૂ કરશે.
આ જ વર્ષે ફિલ્મ શરૂ થશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિષેક કપૂરે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, હજી સુધી ફિલ્મનું ટાઇટલ ફાઇનલ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં અજય દેવગન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય આ પહેલાં ના જોવા મળ્યો હોય તે લુકમાં જોવા મળશે.
અભિષેકે અનેક સેલેબ્સને લૉન્ચ કર્યા છે
અભિષેક કપૂરે હજી સુધી પોતાની ફિલ્મ અંગેની કોઈ માહિતી શૅર કરી નથી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઉનાળમાં શરૂ થશે. અમાન તથા રાશાની જોડીને આ વર્ષની મોસ્ટ અવેટેડ જોડી માનવામાં આવે છે. અભિષેકે અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન, રાજકુમાર રાવ, ફરહાન અખ્તર સહિતના સેલેબ્સને લૉન્ચ કર્યા છે.
રવીનાએ બે દીકરીઓ દત્તક લીધી છે
અજય દેવગન આ પ્રોજેક્ટ ઉપરાંત રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન', 'મૈદાન', 'ભોલા'માં જોવા મળશે. રવીનાએ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને દીકરી રાશા તથા દીકરો રણબીર છે. લગ્ન પહેલાં એક્ટ્રેસે બે દીકરીઓ પૂજા તથા છાયા દત્તક લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.