તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફિલ્મમેકર નીરજ પાંડે ફિલ્મો, વેબ શોઝ અને ડોક્યુમેન્ટરીમાં કોઈ ભેદભાવ નથી કરી રહ્યા. તે પોતાની ડોક્યુમેન્ટરી 'સિક્રેટ્સ ઓફ સીનૌલિ' લઈને આવી રહ્યા છે. ત્યારબાદ વેબ શો 'સ્પેશિયલ ઓપ્સ'ની બીજી સીઝન માટે કામ શરૂ કરશે. ત્યારબાદ તે અજય દેવગણની સાથે 'ચાણક્ય'નું શૂટિંગ શરૂ કરશે. તેની પુષ્ટિ ખુદ નીરજ પાંડેએ કરી છે. ચાણક્ય, તાન્હાજી પછીની અજયની વધુ એક હિસ્ટોરિક કેરેક્ટર ફિલ્મ હશે.
'સિક્રેટ્સ ઓફ સીનૌલિ' પર વાત કરી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નીરજ પાંડેએ કહ્યું, 'વ્યકતિગત રીતે હું અને મારી કંપની સ્ટોરીમાં માને છે. તે તૈયાર કરી લીધા બાદ વિચારે છે કે તેને ફિલ્મ તરીકે બનાવવી છે કે વેબ શો કે પછી ડોક્યુમેન્ટરી. 'સિક્રેટ્સ ઓફ સીનૌલિ' પણ મહત્ત્વની સ્ટોરી છે. આનાથી એક એવી શોધ થઇ જે સોનાની ચકલી ગણાતા ભારતની થિયરીને વધુ મજબૂત કરે છે. આમાં અમને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એએસઆઇની પણ ઘણી મદદ મળી. તેમણે દોઢ વર્ષમાં જેટલા એક્સકેવેશન કર્યા, તે બધું રિસર્ચ મળ્યું. આ રીતે અમે એક અતુલ્ય ભારતની વાત કરી રહ્યા છીએ. એએસઆઇ આગળ પણ તે લોકેશન પર ખોદકામ ચાલું રાખશે. આ રીતે પોસિબલ છે કે અમે સીનૌલિની આગામી સીઝન પણ તૈયાર કરી શકીએ.'
ચંદ્રપ્રકાશજીનું રિસર્ચ કામ આવ્યું
સવાલ 'ચાણક્ય'નો છે તો એમાં મેં ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીના રિસર્ચ, ઈન્ટરેક્શન અને આઈડિયાને પણ ઘણા ચેરીશ અને રેલીશ કર્યા છે. મારો પ્રયત્ન છે કે હું પણ એક એવી જ ચાણક્ય બનાવું, જેને તે પણ પસંદ કરે. અમારી 'ચાણક્ય' VFX હેવી ફિલ્મ છે. શૂટિંગ વર્ષના અંતમાં થશે, પણ તૈયારીઓ અત્યારથી શરૂ થઇ ગઈ છે. અમે એક અઠવાડિયાનું ટેસ્ટ શૂટ કર્યું છે. તેની જરૂર VFXમાં પડે છે. બાકી અમે ટૂંક સમયમાં અનાઉન્સમેન્ટ કરશું.
અજયની પર્સોનાલિટીને રોલ શૂટ કરે છે
અજય દેવગણને પણ હિસ્ટ્રીમાં ઘણો રસ છે. 'ચાણક્ય' અમારા બધા માટે સ્પેશિયલ છે કારણકે તે યુનિક પર્સોનાલિટી છે. ટીવી શો તો ઘણા બન્યા પણ હજુ સુધી ફિલ્મ બની ન હતી. આવામાં સબજેક્ટ અને પર્સોનાલિટી બંનેએ અમને ઘણા ઉત્સુક કર્યા છે કે અમે આ પ્રોજેક્ટ કરીએ અને અમે તે કરી રહ્યા છીએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.