તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંઘમની નવી પ્રોપર્ટી:અજય દેવગને મુંબઈમાં 5310 સ્ક્વેર ફૂટ બંગલો 60 કરોડ રૂપિયામાં ખરીદ્યો, મહામારીને લીધે ડિસ્કાઉન્ટ મળ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો બંગલો જૂહુ વિસ્તારમાં અજય અને કાજોલના હાલનાં ઘર ‘શક્તિ’થી નજીક છે.
  • એક વર્ષથી અજય નવો બંગલો શોધતો હતો

કોરોના મહામારી દરમિયાન બોલીવૂડ સેલેબ્સ સતત પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. જાહન્વી કપૂર, અર્જુન કપૂર, હ્રીતિક રોશન, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પછી હવે બોલિવૂડના સિંઘમ એટલે કે અજય દેવગને મુંબઈમાં નવો બંગલો ખરીદ્યો છે. રિપોર્ટ પ્રમાણે, આ બંગલાની કિંમત આશરે 60 કરોડ રૂપિયા છે અને તે જૂહુ વિસ્તારમાં અજય અને કાજોલના હાલનાં ઘર ‘શક્તિ’થી નજીક છે.

અજયની નવી પ્રોપર્ટી 5310 વર્ગફૂટમાં ફેલાયેલી છે
અજયની નવી પ્રોપર્ટી આશરે 5310 વર્ગફૂટમાં ફેલાયેલી છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન અજય દેવગનના સ્પોક્સ પર્સને પ્રોપર્ટી ખરીદ્યાની પુષ્ટિ કરી છે. જો કે, બંગલાની કિંમતને લઈને કોઈ જાણકારી આપી નથી. રિયલ એસ્ટેટ સાથે જોડયેલા સૂત્રો આ બંગલાની કિંમત 60 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે.

એક્ટરે ડિસ્કાઉન્ટ રેટ પર બંગલો લીધો
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નવા ખરીદેલા બંગલાની માલિક પહેલાં પુષ્પા વાલિયા હતી. બંગલાની કિંમત 65થી 70 કરોડ રૂપિયા હોય શકે છે પણ મહામારીને લીધે અજયે ડિસ્કાઉન્ટ રેટ પર ખરીદ્યો છે.

એક વર્ષથી અજય નવો બંગલો શોધતો હતો
ગયા વર્ષે નવેમ્બરમાં અજયે કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સ્થિત આ બંગલાની ડીલ ફાઈનલ કરી અને 7 મે, 2021ના રોજ અજય અને તેની માતા વીણા વીરેન્દ્ર દેવગનના નામે પ્રોપર્ટી પેપર ટ્રાન્સફર કર્યા હતા. અજયને બંગલાનું પઝેશન મળી ગયું છે અને તેણે રીનોવેશનનું કામ પણ શરુ કરી દીધું છે, કારણકે તે હાલનાં બંગલાના રી-ડેવલપમેન્ટ માટે નવા બંગલામાં શિફ્ટ થવા માગે છે.

અજયનાં અપકમિંગ પ્રોજેક્ટ્સ
વર્કફ્રંટની વાત કરીએ તો અજય દેવગન અપકમિંગ ફિલ્મ સૂર્યવંશી, ગંગુબાઈ કાઠિયાવાડી, RRR, મેદાન, ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા, થેંક ગોડ અને મે ડે સામેલ છે. મે ડેમાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર અજય જ છે.

અન્ય સમાચારો પણ છે...