‘પૃથ્વીરાજ’ની એક્ટ્રેસનો ઘટસ્ફોટ:ઐશ્વર્યાએ કહ્યું, બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, કેટલાક ડાયરેક્ટરોએ મને ખરાબ ઓફર આપી હતી

એક મહિનો પહેલા
  • રાયપુરની ઐશ્વર્યાએ ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લરની બહેનની ભૂમિકા નિભાવી છે

રાયપુરની ઐશ્વર્યા ફિલ્મ 'પૃથ્વીરાજ'માં જોવા મળી રહી છે. તેણે દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવી વાતોની ચર્ચા પણ થાય છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ થાય છે. મને પણ ઘણા પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે ખોટી ઓફર આપી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું આવા લોકોથી દૂર જ રહું છું.

ઐશ્વર્યાએ કહ્યું હતું કે નાનાં શહેરોમાંથી આવતા કલાકારોની સંસ્કૃતિ અને આદર્શો ઊંચાં હોય છે, તેથી કાસ્ટિંગ કાઉચ જેવી પરિસ્થિતિ સાથે હું સમાધાન નથી કરતી, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ સામે આવે છે તો દુઃખ થાય છે અને ઘણા બધા કલાકારો આ જ કારણસર પાછા ફરે છે, પરંતુ મેં હાર ન માની. ભગવાન અને મારી કિસ્મતે સાથ આપ્યો એ મારા માટે મહત્ત્વપૂર્ણ છે.

ફિલ્મના એક સીનમાં અક્ષય અને માનુષી સાથે ઐશ્વર્યા.
ફિલ્મના એક સીનમાં અક્ષય અને માનુષી સાથે ઐશ્વર્યા.

રાયપુરની ઐશ્વર્યા રાજ ભાકુની અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળી રહી છે. ઐશ્વર્યા આ ફિલ્મમાં માનુષી છિલ્લરની બહેનની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મહત્ત્વપૂર્ણ છે અને તે મજબૂતીની સાથે ફિલ્મના અંત સુધી જોવા મળે છે. ફિલ્મના શૂટ અને પોતાની જર્ની સાથે સંબંધિત રસપ્રદ વાતો તેણે દૈનિક ભાસ્કર સાથે શેર કરી.

અભિનેત્રીએ ઘણી વેબસિરીઝમાં પણ કામ કર્યું છે.
અભિનેત્રીએ ઘણી વેબસિરીઝમાં પણ કામ કર્યું છે.

ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે જ્યારે તેને પૃથ્વીરાજ ફિલ્મ ઓફર થઈ ત્યારે તેણે રોલ કરવાની ના પાડી દીધી હતી. એ પછી ફિલ્મના ડાયરેક્ટ ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ઐશ્વર્યાને મનાવી. ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે હિરોઈન તરીકે ફિલ્મોમાં આવવા માગતી હતી. મને એ વાતનો ડર હતો કે હિરોઈનની બહેન બનવાના કારણે કદાચ મને એક જેવી જ ભૂમિકા મળે.

આ વાત મેં ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ સાથે પણ શેર કરી. તેણે મને કહ્યું હતું કે પડદા પર પોતાની છાપ છોડવા માટે એક શોટ પણ પૂરતો હોય છે. આ ફિલ્મમાં તારી ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ છે. ડાયરેક્ટરની આ વાતથી ઈન્સ્પાયર થઈ આ રોલ કરવા માટે રાજી થઈ ગઈ.

ઐશ્વર્યા સ્ટાર ભારત અને સબ ટીવીની ઘણી સિરિયલોમાં જોવા મળી છે.
ઐશ્વર્યા સ્ટાર ભારત અને સબ ટીવીની ઘણી સિરિયલોમાં જોવા મળી છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે એવા સ્ટાર્સ સાથે કામ કરવું જેમને બાળપણથી તમે મોટી સ્ક્રીન પર જુઓ છે એ મારા માટે ગર્વની વાત છે. જ્યારે હું યશરાજ પ્રોડક્શનની ઓફિસ ગઈ તો એ સપનું સાકાર થવા જેવું હતું. સેટ પર શૂટ દરમિયાન પણ ઘણું શીખવા મળ્યું. મને ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશે કહ્યું હતું કે એક્ટિંગની સૌથી મોટી વાત એ છે કે આપણે સ્ક્રીન પર એક્ટિંગ નથી કરવાની. આ વાતને ધ્યાનમાં રાખી મેં મારું પાત્ર નેચરલી નિભાવવાનો પ્રયાસ કર્યો.

ઐશ્વર્યાએ ઘણી ડિજિટલ એડમાં પણ કામ કર્યું છે.
ઐશ્વર્યાએ ઘણી ડિજિટલ એડમાં પણ કામ કર્યું છે.

અક્ષય દુપટ્ટો બાંધતો હતો
ફિલ્મના શૂટ દરમિયાન સેટ પર અક્ષય કુમાર ઘણી મસ્તી કરતો હતો. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેનો દુપટ્ટો એ ફિલ્મના બીજા કેરેક્ટરને બાંધીને હસતો અને મજાક કરતો હતો. સીનના રિહર્સલ દરમિયાન ઐશ્વર્યા ઘણીવાર માનુષી છિલ્લર સાથે તેની જર્ની વિશે વાત કરતી હતી. ફિલ્મમાં સોનુ સૂદ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. સોનુ સૂદની સાથે અમે ભારતની રાજનીતિ પર ઘણી વાતચીત કરતા હતા.

અભિનેત્રીએ સેટ પર અક્ષય કુમાર સાથેની ઘણી ફની વાતો શેર કરી.
અભિનેત્રીએ સેટ પર અક્ષય કુમાર સાથેની ઘણી ફની વાતો શેર કરી.

પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે દીકરી IAS બને
રાયપુરની અવંતી વિહારની રહેવાસી ઐશ્વર્યા રાજ ભાકુનીએ બીટેકનો અભ્યાસ પૂરો કર્યો છે. કોલેજના દિવસોથી જ તેણે મોડલિંગ અને એક્ટિંગની ઘણી ઓફર આવતી, પરંતુ પરિવારના લોકો ઈચ્છતા હતા કે દીકરી IAS ઓફિસર બને. ઐશ્વર્યાના પિતા રમેશ સિંહ ભાકુની ક્રેડામાં ચીફ એન્જિનિયર છે. માતા બબીતા ભાકુની હાઉસવાઈફ છે.

ઐશ્વર્યા પોતાની કારકિર્દી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બનાવવા માગતી હતી. પરિવારને એ વાતનો ડર હતો કે ફિલ્મોનું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, એકલી છોકરી પોતાના દમ પર ત્યાં કેવી રીતે કામ કરી શકશે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે હું પણ જીદ્દી હતી, મેં નક્કી કરી લીધું હતું કે મારે આ જ કરવું છે.

ફેસબુક દ્વારા કાસ્ટિંગ સાથે સંબંધિત લોકો સાથે પરિચય થયો. એ પછી મેં ઘણાં બધાં ઓડિશન આપ્યા. તેનાલી રામ સિરિયલમાં સેકન્ડ લીડ રોલ મળ્યો હતો. ઐશ્વર્યા ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...