• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Aishwarya Rai Wore Wedding Jewelery Worth Rs 3.5 Crore, Wedding Jewelery Of These Actresses Including Shilpa Shetty, Priyanka Is Also In The News.

એક્ટ્રેસિસની કરોડોની જ્વેલરી:ઐશ્વર્યા રાયે લગ્નમાં પહેરી હતી 3.5 કરોડની જ્વેલરી, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા સહિતની આ એક્ટ્રેસિસની વેડિંગ જ્વેલરી પણ ચર્ચામાં રહી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐશ્વર્યાએ સોનાના તારથી બનેલી 75 લાખની સાડી પહેરી હતી

9 ડિસેમ્બરે દુલ્હન બનેલી કેટરીના કૈફનો લુક અત્યારે ચર્ચામાં છે. કેટરીનાએ પોતાના લગ્નમાં સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો લહેંગો પહેર્યો હતો જેની કિંમત 17 લાખ રૂપિયા છે. જ્વેલરીની સાથે એક્ટ્રેસની વીંટી પર પણ લોકોનું ધ્યાન ગયું હતું. ટિફની બ્રાન્ડની આ ડાયમંડ રિંગની કિંમત 9800 ડોલર એટલે કે 7 લાખ 40 હજાર રૂપિયા છે. કેટરીના પહેલા પણ ઘણી બોલિવૂડ એક્ટ્રેસ પોતાના વેડિંગ લુકને ખાસ બનાવવા માટે જ્વેલરી પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જાણો કોણ છે તે એક્ટ્રેસિસ-

ઐશ્વર્યા રાય

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના લગ્ન ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંથી એક છે. ઐશ્વર્યાએ સોનાના તારથી બનેલી 75 લાખની સાડી પહેરી હતી, જ્યારે તેની જ્વેલરીની કિંમત 3.5 કરોડ હોવાનું કહેવાય છે. એક્ટ્રેસે કુંદનનો ચોકર અને બે રાણી હાર પહેર્યા હતા.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ 2017માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં એક્ટ્રેસે 45 લાખ રૂપિયાનો સબ્યાસાચી દ્વારા ડિઝાઈન કરેલા લહેંગાની સાથે તેના જ કલેક્શનની 3 કરોડ રૂપિયાની જ્વેલરી પહેરી હતી.

પ્રિયંકા ચોપરા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં ઈન્ટરનેશનલ પોપ સિંગર નિક જોનસ સાથે ઉમેદ પેલેસ ભવનમાં શાહી લગ્ન કર્યા હતા. પોતાના લુકને ખાસ બનાવવા માટે એક્ટ્રેસે સબ્યસાચીના કલેક્શનનો લાલ લહેંગો પહેર્યો હતો, જેની સાથે તેને 3-4 કરોડ રૂપિયાની જ્વેલરી પહેરી હતી.

દીપિકા પાદુકોણ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. લગ્નમાં એક્ટ્રેસે સબ્યસાચીનો લાલ લહેંગો પહેર્યો હતો જેના દુપટ્ટા પર એમ્બ્રોઈડરીથી મંત્ર લખવામાં આવ્યા હતા. આ લુકમાં ચાર ચાંદ લગાવવા માટે એક્ટ્રેસે 1.5 કરોડની જ્વેલરી પહેરી હતી. દીપિકાના મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા હતી.

સોનમ કપૂર
એક્ટ્રેસ સોનમ કપૂરે 2020માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. વેડિંગ ફોટો સામે આવ્યા બાદ એક્ટ્રેસની વીંટી ચર્ચામાં હતી જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા હતી. તે ઉપરાંત એક્ટ્રેસે 55 લાખની જ્વેલરી પહેરી હતી.

શિલ્પા શેટ્ટી ​​​​​​​

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન રાજ કુંદ્રાના લગ્ન ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. કપલે 22 નવેમ્બર 2009ના રોજ ખંડાલાના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે તરુણ તહલિયાની દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો લાલ લહેંગો પહેર્યો હતો જેમાં મોંઘા 8,000 સ્વારોસ્કી ક્રિસ્ટલ્સ અને 3 કરોડના કુંદન જડેલા હતા. આ લહેંગાની કિંમત 50 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. એક્ટ્રેસની સગાઈની વીંટી પણ ચર્ચામાં હતી જેની કિંમત 5 કરોડ રૂપિયા હતી. તે ઉપરાંત એક્ટ્રેસે 1 કરોડની જ્વેલરી પહેરી હતી.