વાઇરલ વીડિયો:આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં મગ્ન થઈ ગઈ, મમ્મી ઐશ્વર્યા જોતી જ રહી ગઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐશ્વર્યા 2002થી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી રહી છે

ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા તથા પતિ અભિષેક બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ વખતે આરાધ્યા બચ્ચને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને તે ઘણી જ ખુશ જોવા મળી હતી.

આરાધ્યા ફોટા પડાવવામાં મગ્ન થઈ ગઈ
ઐશ્વર્યા દીકરી ને પતિ સાથે મુંબઈ એરપોર્ટ પર હોય તે વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. ઐશ્વર્યા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આરાધ્યા પિંક ડ્રેસમાં હતી. એશે આ વખતે દીકરીનો હાથ પકડ્યો નહોતો, પરંતુ ખભા પર હાથ મૂક્યો હતો. આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં એકદમ મગ્ન થઈ ગઈ હતી. આરાધ્યાનો આ અંદાજ જોઈ ઐશ્વર્યા પણ ખુશ થઈ ગઈ હતી. આરાધ્યા ફોટો પડાવવામાં એ હદે ખોવાઈ ગઈ હતી કે ઐશ્વર્યાએ થોડી કડકાઈ કરી હતી. તે આરાધ્યાને પકડીને એરપોર્ટના ગેટ તરફ ચાલતી જોવા મળી હતી.

આ એક્ટ્રેસિસ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે
ઐશ્વર્યા ઉપરાંત દીપિકા પાદુકોણ, હિના ખાન, અદિતિ રાવ હૈદરી, પૂજા હેગડે તથા નયનતારા પણ રેડ કાર્પેટ પર જોવા મળશે. 75મો કાન ફિલ્મ ફેસ્ટિવલ 16 મેથી 28મે સુધી ચાલશે.