સો.મીડિયામાં વાઇરલ:કઝિનના લગ્નમાં ઐશ્વર્યાએ પતિ ને દીકરી સાથે લગાવ્યા ઠુમકા, વિદાય દરમિયાન આરાધ્યાએ રડતી દુલ્હનના આંસુ લૂછ્યાં

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં ઐશ્વર્યા રાયે દરેક વિધિમાં ઉમંગથી ભાગ લીધો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે પણ સો.મીડિયામાં કોઈ પોસ્ટ કરે ત્યારે તે વાઇરલ થતી જ હોય છે. હાલમાં જ ઐશ્વર્યા રાયની પતિ તથા દીકરી સાથેની તસવીરો-વીડિયો વાઇરલ થયા છે. ઐશ્વર્યા રાય જાન્યુઆરી, 2021માં કઝિન સિસ્ટર શ્લોકા શેટ્ટીના લગ્નમાં પરિવાર સાથે મેંગ્લોરમાં હાજર રહી હતી. હવે આ લગ્નની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે.

વિવિધ ફંક્શનની તસવીરો-વીડિયો
શ્લોકા શેટ્ટીના લગ્નના વિવિધ ફંક્શનમાં ઐશ્વર્યા પતિ તથા દીકરી સાથે જોવા મળે છે. એક ફંક્શનમાં ઐશ્વર્યાએ આરાધ્યા સાથે પૂજા કરી હતી. ઐશ્વર્યા લાલ રંગના ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી. નવ વર્ષની આરાધ્યા પણ લહેંગા-ચોલીમાં ક્યૂટ લાગતી હતી.

ઐશ્વર્યાએ સંગીત સેરેમનીમાં ડાન્સ કર્યો
સંગીત સેરેમનીમાં ઐશ્વર્યાએ પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે બોલિવૂડ સોંગ 'દેશી ગર્લ' પર ઠુમકા લગાવ્યા હતા. આરાધ્યા રેડ રંગના આઉટફિટમાં પરી જેવી લાગતી હતી, જ્યારે ઐશ્વર્યાએ શિમરી ગાઉન પહેર્યું હતું. અભિષેક બચ્ચન વ્હાઇટ કુર્તા પાયજામમાં હતો.

વિદાય દરમિયાન આરાધ્યાએ કહી આ વાત
વિદાય સમયે શ્લોકા શેટ્ટી પોતાની મમ્મી સુલતા શેટ્ટીને ભેટીને રડતી હતી. આ દરમિયાન આરાધ્યાએ એવું કહ્યું હતું, 'રડશો નહીં, હું અહીંયા છું ને..'

ઐશ્વર્યાના પિતાને પણ યાદ કર્યા
લગ્નમાં ઐશ્વર્યા રાયના સ્વ. પિતા ક્રિષ્નારાજ રાયની તસવીર પણ ઘરમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયના પિતાનું 18 માર્ચ, 2017માં અવસાન થયું હતું.

તસવીરોમાં જુઓ ઐશ્વર્યા-આરાધ્યા-અભિષેકે લગ્નમાં લગાવ્યા ચાર ચાંદ...

લગ્નમાં ઐશ્વર્યા રાય, ઘરમાં એશના પિતાની પણ તસવીર લગાવવામાં આવી હતી.
લગ્નમાં ઐશ્વર્યા રાય, ઘરમાં એશના પિતાની પણ તસવીર લગાવવામાં આવી હતી.
ફેરા ફરતી શ્લોકા, ઐશ્વર્યા-આરાધ્યા
ફેરા ફરતી શ્લોકા, ઐશ્વર્યા-આરાધ્યા
દુલ્હનને ચાંદલો લગાવતી ઐશ્વર્યા રાય
દુલ્હનને ચાંદલો લગાવતી ઐશ્વર્યા રાય
લગ્નમાં દીકરી સાથે ઐશ્વર્યા રાય
લગ્નમાં દીકરી સાથે ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાયની માતા તથા શ્લોકા
ઐશ્વર્યા રાયની માતા તથા શ્લોકા
સંગીત સેરેમનીમાં અભિષેક, આરાધ્યા તથા ઐશ્વર્યા
સંગીત સેરેમનીમાં અભિષેક, આરાધ્યા તથા ઐશ્વર્યા
દુલ્હન-વરરાજાની આરતી ઉતરતી ઐશ્વર્યા તથા પરિવારના અન્ય સભ્યો
દુલ્હન-વરરાજાની આરતી ઉતરતી ઐશ્વર્યા તથા પરિવારના અન્ય સભ્યો
પરિવાર સાથે ઐશ્વર્યા-આરાધ્યા
પરિવાર સાથે ઐશ્વર્યા-આરાધ્યા
લગ્ન બાદ ફેમિલી ફોટોમાં ઐશ્વર્યા-આરાધ્યા
લગ્ન બાદ ફેમિલી ફોટોમાં ઐશ્વર્યા-આરાધ્યા
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન
શ્લોકા સાથે ઐશ્વર્યા રાય
શ્લોકા સાથે ઐશ્વર્યા રાય