'હીરા મંડી':આલિયા ભટ્ટની 'હીરા મંડી'માં ઐશ્વર્યા- માધુરી સહિત આ મોટી એક્ટ્રેસની થઇ શકે છે એન્ટ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટ 'હીરા મંડી'માં આલિયા ભટ્ટ સિવાય ઘણી મોટી એક્ટ્રેસની એન્ટ્રી થવાની છે. રિપોર્ટ મુજબ ફિલ્મમાં ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ, મનીષા કોઈરાલા, વિદ્યા બાલન અને પરિણીતી ચોપરા પણ દેખાઈ શકે છે. આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી ખુદ કાસ્ટિંગ કરી રહ્યા છે. તેમના આસ્ટિસ્ટન્ટ વિભુ પુરી ફિલ્મના ડિરેક્ટર છે. વિભુએ આ પહેલાં સંજય લીલા ભણસાલીની 'ગુઝારિશ'નું ડિરેક્શન કર્યું હતું.

સંજયે ફિલ્મ માટે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ, સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ માટે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યા છે. તે હવે આ પિરિયડ ડ્રામાને વેબ ફિલ્મ તરીકે બનાવશે. જોકે હજુ આના વિશે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી. 2021ના પહેલા ક્વાર્ટરમાં 'હીરા મંડી'નું શૂટિંગ શરૂ થઇ શકે છે.

રેડ લાઈટ એરિયાના કલ્ચર પર આધારિત ફિલ્મ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'હીરા મંડી' મોટા પાયે બનાવવામાં આવશે. તેમાં સંજય લીલા ભણસાલીના બધા એલિમેન્ટ્સ જોવા મળશે. 'હીરા મંડી'ની સ્ટોરી લાહૌર શહેરના એક રેડ લાઈટ એરિયાના કલ્ચરમાં મહિલાઓની સ્થિતિ પર આધારિત છે. ફિલ્મ ત્યાં રહેતી મહિલાઓના જીવન અને જેના જીવનમાં સેક્સ જ જોબ છે, તેના પર ફોકસ કરે છે.