બોલિવૂડ સ્ટાર કપલ રિતેશ દેશમુખ ને જેનેલિયાના દીકરા રિયાનનો 26 નવેમ્બરના રોજ જન્મદિવસ હતી. દીકરાના બર્થડે પર રિતેશ-જેનેલિયાએ ગ્રાન્ડ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના સ્ટાર-કિડ્સ જોવા મળી હતી. શાહિદ કપૂરથી લઈ સૈફ અલી ખાનના બાળકો પાર્ટીમાં આવ્યા હતા.
પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
પાર્ટીમાં ફરદીન ખાન પણ આવ્યો હતો. ફરદીનને સ્લિમ ને ફિટ લુકમાં જોઈને દરેકને નવાઈ લાગી હતી. સલમાન ખાનની બહેન અર્પિતા પોતાના બંને બાળકો સાથે આવી હતી. રાની મુખર્જી પણ આવી હતી. આ ઉપરાંત નેહા ધૂપિયા તથા અંગદ બેદી પણ બાળકો સાથે આવ્યા હતા. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા પણ બંને બાળકો સાથે આવી હતી. કરીના કપૂરના બાળકો તૈમુર તથા જેહ નેની (આયા) સાથે પાર્ટીમાં આવી હતી. સોહા અલી ખાન દીકરી ઈનાયા સાથે આવી હતી.
ઐશ્વર્યાએ વળતો જવાબ આપ્યો
ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે બર્થડે પાર્ટીમાંથી બહાર આવતી હતી ત્યારે ફોટોગ્રાફર્સ ફોટો લેવા માટે પડાપડી કરતા હતા. જ્યારે ફોટોગ્રાફર્સે પોઝ આપવાનું કહ્યું તો ઐશ્વર્યાએ સામે જવાબ આપ્યો હતો, 'ચલિયે, ચલિયે...' એક ફોટોગ્રાફરે ઐશ્વર્યા રાયને પોઝ આપવાનો આગ્રહ કર્યો હતો અને એક્ટ્રેસ તરફ કેમેરા કર્યો હતો. આ જોઈને ઐશ્વર્યાએ કહ્યું હતું, 'અરે વાહ, ડિરેક્શન...' સો.મીડિયામાં ઐશ્વર્યાનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે ઐશ્વર્યાની ટીકા કરી છે તો કેટલાંકે સપોર્ટ પણ કર્યો છે. ઐશ્વર્યા 'પોન્નિયિન સેલવન 1'માં જોવા મળી હતી. આ ફિલ્મે 500 કરોડથી પણ વધુનો બિઝનેસ કર્યો છે.
રિતેશ દેશમુખ 'વેદ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે
રિતેશ દેશમુખ મરાઠી ફિલ્મ 'વેદ'થી મરાઠી સિનેમામાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે. હાલમાં જ આ ફિલ્મને ટીઝર રિલીઝ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.