તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલસામાં કોઈ ઉજવણી નહીં:કોરોનાને કારણે ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યાના નવમા જન્મદિવસનું ગ્રાન્ડ સેલિબ્રેશન થશે નહીં

મુંબઈ5 મહિનો પહેલા

ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાનો 16 નવેમ્બરના રોજ નવમો જન્મદિવસ છે. દર વર્ષે બચ્ચન પરિવાર આ ખાસ પ્રસંગે શાનદાર થીમ પાર્ટીનું આયોજન કરતા હોય છે. પાર્ટીમાં સ્ટાર કિડ્સ સામેલ થતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે દિવાળી પાર્ટી પછી હવે આરાધ્યાની બર્થડે પાર્ટી પણ થશે નહીં. હવે આ દિવસને ખાસ બનાવવા માટે ઘરમાં જ નાનકડું સેલિબ્રેશન કરવામાં આવશે.

ન્યૂઝ પેપર મિડ ડેના અહેવાલ પ્રમાણે, બોલિવૂડના મોટાભાગના સેલિબ્રેશનમાં હવે બહુ જ ઓછા લોકો સામેલ થતા હોય છે. આરાધ્યાનો બર્થડે પણ પરિવારના સભ્યો સાથે જ સેલિબ્રેટ કરવામાં આવશે. બર્થડેમાં પરિવારના સભ્યોની હાજરીમાં કેક કટિંગ તથા ડિનર થશે.

આરાધ્યાના બર્થડે પર ગ્રાન્ડ પાર્ટી યોજવામાં આવતી હતી. ગયા વર્ષે આરાધ્યાના આઠમા જન્મદિવસ પર પરિવારે ગાર્ડનમાં પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં શાહરુખ ખાન, કરન જોહર, જેનેલિયા-રિતેશ સહિત અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. પાર્ટીમાં આરાધ્યાએ યુનિકોર્નવાળી કેક કાપી હતી.

રિશી કપૂરના નિધનને કારણે દિવાળી પાર્ટી કેન્સલ
દર વર્ષે દિવાળી પર બચ્ચન પરવિરા જલસા બંગલામાં ભવ્ય દિવાળી પાર્ટી આપે છે. જોકે, આ વર્ષે કોરોના તથા રિશી કપૂરના નિધનને કારણે પાર્ટી કેન્સલ કરવામાં આવી હતી. અભિષેકે કહ્યું હતું કે આ વર્ષે તેની બહેન શ્વેતા નંદાની સાસુ રિતુ નંદાનું નિધન થયું હતું. ત્યારબાદ રિતુ નંદાના જ ભાઈ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. પરિવારે બે-બે સભ્યો ગુમાવ્યા છે અને તેથી જ આ વર્ષે કોઈ પાર્ટી થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો