તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંતે આત્મહત્યા કરી કે હત્યા?:AIIMS ની વિસેરા રિપોર્ટમાં સ્પષ્ટ થશે, ડ્રગ્સ કેસમાં અરેસ્ટ મિરાન્ડા સહિત ત્રણ લોકોની જામીન અરજીની સુનાવણી 29 સપ્ટેમ્બરે થશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
14 જૂને સુશાંતનું ડેડ બોડી બાંદ્રા સ્થિત જે ફ્લેટમાં લટકેલું મળ્યું હતું તે સમયે ત્યાં ચાર લોકો હાજર હતા. - Divya Bhaskar
14 જૂને સુશાંતનું ડેડ બોડી બાંદ્રા સ્થિત જે ફ્લેટમાં લટકેલું મળ્યું હતું તે સમયે ત્યાં ચાર લોકો હાજર હતા.
  • વિસેરા રિપોર્ટને લઈને AIIMS ના ડોક્ટર્સની પેનલ આજે ફાઇનલ મીટિંગ કરશે
  • સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત અને અબ્દુલ બાસિત જામીન માટે હાઇકોર્ટની શરણે ગયા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું રહસ્ય આજે સામે આવી શકે છે. AIIMSની વિસેરા રિપોર્ટ આજે આવી શકે છે, ત્યારબાદ તે નક્કી થશે કે એક્ટરે આત્મહત્યા કરી કે તેનું મર્ડર થયું હતું. રિપોર્ટને લઈને AIIMS ના ડોક્ટર્સની પેનલની ફાઇનલ મીટિંગ થશે. આ વચ્ચે સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત અને અબ્દુલ બાસિત જામીન માટે હાઇકોર્ટની શરણે ગયા હતા અને કોર્ટે 29 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી દીધી છે. હવે જામીન અરજીની સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ થશે.

માત્ર 20% વિસેરાના આધારે બની આ રિપોર્ટ
વિસેરા રિપોર્ટથી ખબર પડી જશે કે સુશાંતને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં. તે પહેલાં કલીના ફોરેન્સિકે તેના રિપોર્ટમાં વિસરા રિપોર્ટને નેગેટિવ ગણાવી હતી. બીજી વખત જાહેર થનારી આ રિપોર્ટ એક્ટરના 20% વિસેરાની તપાસ પર બનાવવામાં આવી છે કારણકે મુંબઈ પોલીસે સુશાંતના 80% વિસેરા તેમની તપાસમાં યુઝ કરી લીધા હતા.

AIIMSના એક્સપર્ટે દરેક એન્ગલથી તપાસ કરવાની વાત કરી હતી
આ કેસમાં તપાસ પેનલને લીડ કરનારા AIIMSના ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડો. સુધીર ગુપ્તાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું, 'અમે હત્યા થઇ હોય તે સિવાયના બધા શક્ય એન્ગલ્સથી બધી તપાસ કરશું.' તેમણે કહ્યું હતું કે અમારી ટીમ સુશાંતના શરીર પર ઇજાની પેટર્નનું વિશ્લેષણ કરશે અને પરિસ્થિતિજન્ય વિટનેસ સાથે તેને મેચ કરશે. તેમણે કહ્યું હતું, 'સંરક્ષિત વિસેરાની તપાસ કરવામાં આવશે અને જે એન્ટિ ડિપ્રેસેન્ટ સુશાંતને આપવામાં આવ્યા હતા તેનું વિશ્લેષણ પણ AIIMS લેબોરેટરીમાં કરવામાં આવશે.'

ફોરેન્સિક એક્સપર્ટે ક્રાઇમ સીન ખરાબ કરવા પર ચિંતા જતાવી હતી
CBIએ મેડિકો લીગલ ઓપિનિયન માટે AIIMSના ફોરેન્સિક વિભાગનો સંપર્ક કર્યો હતો. રિપબ્લિક ટીવી સાથે વાત કરવા સમયે ડો. સુધીર ગુપ્તાએ ક્રાઇમ સીન જે રીતે ખરાબ કરવામાં આવ્યો હતો તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટર ગુપ્તાએ કહ્યું હતું કે ક્રાઇમ સીનને જેમ હતો તેમ જ રાખવામાં આવ્યો નથી અને તેને સંપૂર્ણ રીતે ખરાબ કરી દેવામાં આવ્યો છે. જેનાથી બની શકે છે કે તે જગ્યા ફોરેન્સિક પુરાવા માટે બિનઉપયોગી બની ગઈ હોય.

CBIની SIT પણ રિપોર્ટ આપશે
આ સિવાય CBIની SITમાં નૂપુર પ્રસાદ, અનિલ યાદવ પણ સામેલ છે. તે પણ તેમના સિનિયર્સને રિપોર્ટ આપવા દિલ્હી રવાના થાય છે. આ બંને અધિકારી તેમની બ્રીફ તપાસ રિપોર્ટ પણ આપશે જેથી તેમને કેસમાં આગળની લીડ મળી શકે. CBIની ટીમે 22 ઓગસ્ટથી અત્યારસુધી જે પણ પુરાવા ભેગા કર્યા છે અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે તેનો રિપોર્ટ પણ આપશે.

NCBએ વધુ 5 લોકોને ડ્રગ્સ કેસમાં પકડ્યા
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં NCBની કાર્યવાહી પણ ચાલું છે. ગુરુવારે મુંબઈની અલગ અલગ જગ્યાઓ પર NCBએ રેડ મારીને 5 લોકોને કસ્ટડીમાં લીધા છે. હાલ બધાની પૂછપરછ ચાલું છે. સૂત્રોનું કહેવું છે કે આ રેડમાં NCBને વધુ પ્રમાણમાં ડ્રગ્સ મળ્યા છે. આ વિશે માહિતી આજે ઓફિશિયલી સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...