તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ અંગે એક્ટ્રેસે પહેલી જ વાર વાત કરી:પાયલ રોહતગીએ કહ્યું, અમદાવાદ પોલીસને શરમ આવવી જોઈએ, મને અપમાનિત કરવા માગતાં હતાં

મુંબઈએક મહિનો પહેલા
  • પાયલે પછી વીડિયો ડિલિટ કરીને કહ્યું હતું કે વકીલોએ આમ કરવાનું કહ્યું છે

હંમેશાં વિવાદમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની ગયા મહિને અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી. જોકે, પછી તેને જામીન મળી ગયા હતા. પાયલ પર સોસાયટીના ચેરમેનને ગાળો બોલવાનો તથા જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. હવે પાયલે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. જોકે, પાયલે આ વીડિયો થોડીક વારમાં જ ડિલિટ કરી નાખ્યો હતો. આ વીડિયોમાં પાયલે કહ્યું હતું કે પોલીસને શરમ આવવાની જોઈએ. તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને તેથી જ પોલીસે તેની માફી માગવી જોઈએ.

વીડિયોમાં પાયલે શું કહ્યું?
વીડિયોમાં પાયલે કહ્યું હતું, 'હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે અમદાવાદ પોલીસ, 25 જૂનની સવારે મને મારા ઘરથી લઈ ગઈ અને તમારો આ વ્યવહાર અસ્વીકાર્ય છે. તમે મને અપમાનિત કરવા માગતા હતા. એક પૂરા પોલીસ દળ તરીકે તમારે તમારા અનપ્રોફેશનલ વલણ માટે શરમ અનુભવવી જોઈએ. મને મારા નિવેદનને સાબિત કરવા માટે કોઈ સાક્ષીની જરૂર નથી, કારણ કે મારી સોસાયટીમાં CCTV કેમેરા લગાવેલા છે. CCTV કેમેરા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનની બહાર પણ લાગેલા છે.'

વીડિયો ડિલિટ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે પાયલ રોહતગીનું સો.મીડિયા અકાઉન્ટ તેની ટીમ હેન્ડલ કરે છે. પાયલે વીડિયો રિલીઝ કરીને અમદાવાદ પોલીસ અંગે નિવેદન આપ્યું હતું. જોકે, પછીથી ટીમે આ વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો. વીડિયો ડિલિટ કર્યા બાદ ટીમે કહ્યું હતું કે વકીલોના કહેવાને કારણે તેમણે આ વીડિયો ડિલિટ કર્યો છે. આ સાથે જ ડિલિટ કરેલો વીડિયો ભલે વ્હોટ્સમાં અપલોડ કરવામાં આવ્યો હોય, આજના સમયમાં તેને રિટ્રીવ કરી શકાય છે. તો આવો રોહતગી માટે ન્યાયની રાહ જોઈએ.

શું છે સમગ્ર કેસ?
બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી પર અભદ્ર અને બીભત્સ ભાષામાં કમેન્ટ લખી ડિલિટ કરી હોવાનો આક્ષેપ છે. સાથે તેણે સોસાયટીની મીટિંગમાં સભ્ય ના હોવા છતાં સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ લાગ્યો હતો. એવામાં સોસાયટીના ચેરમેને નોંધાવેલી ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઈટ વિસ્તારના સુંદરવન એપિટોમમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેનાં માતા-પિતા સાથે રહે છે.

ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20 જૂનના દિવસે સોસાયટીના સભ્યોની AGM (મીટિંગ) હતી, જેમાં સોસાયટીના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ના હોવા છતાં બેઠકમાં આવી હતી, જેથી ચેરમેને તેને કહ્યું હતું કે તમારાં માતા-પિતા સભ્ય છે. તમારાં માતા હાજર છે, તમે સભ્ય ના હોવાથી વચ્ચે ના બોલશો. આમ કહેતાં જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ પાયલ રોહતગીએ વીડિયો-રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.