સો.મીડિયામાં ટ્રોલ:વરુણ-સારાની 'કુલી નંબર 1' જોયા બાદ દર્શકોએ કહ્યું- 'ના જોશો, સ્વાસ્થ્ય માટે હાનિકારક'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ 'કુલી નંબર 1' OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ છે. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 1995માં આવેલી ગોવિંદા-કરિશ્માની 'કુલી નંબર 1'ની રીમેક છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સને આ નવી ફિલ્મ પસંદ આવી નથી. યુઝર્સે ઓનલાઈન રિવ્યૂ શૅર કર્યો હતો અને ફિલ્મ અંગે વિવિધ મીમ્સ બનાવ્યા હતા.

એક યુઝરે કહ્યું હતું, 'પ્લીઝ, 'કુલી નંબર 1' ના જોશો, કારણ કે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હંમેશાંની જેમ નિરાશ કર્યાં'

અન્ય એક યુઝરે કહ્યું હતું, 'કુલી નંબર 1' તથા 'જુડવા 2' બંને બકવાસ રીમેક પછી ડેવિડ ધવને વરુણ ધવનને કહ્યું હશે, આવતા વર્ષે ફરી ટ્રાય કરજે.'

એક યુઝરે કમેન્ટ કરી હતી, 'વરુણ ધવને 'કુલી નં 1'માં ઓવર એક્ટિંગ કરી છે. પ્રાઈમ વીડિયો આ શું બકવાસ છે? પછી તમે લોકો કહો છો કે હું ગાળો કેમ આપું છું?'

અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું, 'મેં ફિલ્મ જોવા માટે પૈસા આપ્યા નથી, પરંતુ હું મારું રિફંડ લેવા માગું છું.'

એક યુઝરની પોસ્ટ હતી, 'કુલી નંબર 1'માં ઓવર એક્ટિંગનું પ્રમાણ અલગ જ સ્તર પર છે, પરંતુ ઓવરએક્ટિંગમાં આત્મવિશ્વાસની માત્રા આશ્ચર્ય પમાડે છે.'

એક યુઝરે લખ્યું હતું, 'કુલી નંબર 1'ની રીમેક જોયા બાદ ગોવિંદાએ વરુણ ધવનને કહ્યું, 'બેટા, તુમસે ના હો પાયેંગા'

એક યુઝરે ફિલ્મનો સીન શૅર કરતાં વરુણ ધવનને આડેહાથ લીધો હતો અને કહ્યું હતું, ''હું હસવાનું રોકી શકું તેમ નથી. વરુણના ચાહકો કંગનાના હોર્સ રાઈડિંગ વીડિયો પર હસતા હતા, તેઓ હવે શું કહેશે.'

એક યુઝરે ફિલ્મ રિવ્યૂ આપતા કહ્યું હતું, 'આ ફિલ્મ 15 મિનિટથી વધુ જોઈ શક્યો નહીં. મિત્રો પોતાની ઊંઘ ખરાબ ના કરો અને ફિલ્મને ઈગ્નોર કરો.'

ફિલ્મ અંગે બનેલા અન્ય રસપ્રદ મીમ્સ...