પ્રશંસા:'થલાઈવી'નું ટ્રેલર જોયા બાદ રામ ગોપાલ વર્માએ કંગનાની માફી માગતા કહ્યું, 'તારા જેવી એક્ટ્રેસ દુનિયામાં નથી'

મુંબઈ8 મહિનો પહેલા

'થલાઈવી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારબાદથી કંગનાના ચારેબાજુ વખાણ કરવામાં આવી રહ્યાં છે. જૂહી ચાવલા, સમાંથા બાદ હવે ડિરેક્ટર રામ ગોપાવ વર્માએ કંગનાની પ્રશંસા કરી છે. ખાત વાત એ છે કે આ પહેલાં રામુએ કંગનાને ઘણીવાર આડેહાથ લીધી છે. જોકે, ટ્રેલર જોયા બાદ રામુએ કંગના જેવી બહુમુખી પ્રતિભા આખી દુનિયામાં ના હોવાની વાત કરી હતી.

રામુએ કહ્યું, જયલલિતાની આત્મા ખુશ થશે
રામુએ સો.મીડિયામાં કહ્યું હતું, 'ટીમ કંગના હું તમારી સાથે કેટલાંક મુદ્દામાં અસમંત હોઈ શકું છું, પરંતુ 'થલાઈવી'ના સુપર ડુપર સ્પેશિયલ ટ્રેલરમાં તમે (કંગના) શાનદાર છો અને આ માઈન્ડબ્લોઈંગ છે. મને પૂરો વિશ્વાસ છે કે જયલલિતાની આત્મા સ્વર્ગમાં પણ નિશ્ચિત રીતે ખુશ થશે.'

કંગનાએ રામુનો આભાર માન્યો
કંગનાએ રામુની પોસ્ટ પર જવાબ આપતા કહ્યું, 'સર હું તમારી કોઈ પણ મુદ્દા પર અસહમત નથી. હું તમને ઘણાં જ પસંદ કરું છું અને તમારી પ્રશંસા કરું છું. એકદમ ગંભીર તથા કઠોર દુનિયામાં જ્યાં લોકોનો અહંકાર તથા ઈગો ઘણી જ સહજતાથી તૂટી જાય છે, એવી દુનિયામાં હું તમારી પ્રશંસા કરું છું, કારણ કે તમે કોઈ પણ બાબતને ગંભીરતાથી લેતા નથી. તમે તમારી જાતને પણ ગંભીરતાથી લેતા નથી. વખાણ માટે આભાર.'

કંગનાના જવાબ પર રામ ગોપાલ વર્માએ ફરીથી પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'ટીમ કંગના, એકદમ સ્ટ્રોંગ વિચારો ધરાવનાર વ્યક્તિએ ચરમ પ્રતિક્રિયાનો સામનો કરવો જ પડે છે. હું એ માનું છું કે જ્યારે તમે તમારી તુલના હોલિવૂડના મહાન કલાકારો સાથે કરી ત્યારે મને લાગ્યું હતું કે તમે તમારી જાતને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યાં છો. જોકે, હવે હું તમારી માફી માગું છું અને 100% સમંત છું કે દુનિયામાં કોઈ પણ અભિનેત્રી તમારી જેટલી બહુમુખી પ્રતિભા ધરાવતી નથી.'

શશિકલા તથા જયલલિતા પર બાયોપિક બનાવશે
રામુએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે જયલલિતા તથા તેમના નિકટના સાથે શશિકલાના જીવન પર બાયોપિક બનાવશે. આ ફિલ્મનું નામ 'શશિકલા' રાખવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું છે. પોસ્ટર શૅર કરીને રામુએ કહ્યું હતું કે જાહેરાત કરીને આનંદ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં સામે આવશે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ માહિતી આપી નહોતી.