બ્રેકઅપ:ત્રણ વર્ષના ડેટિંગ બાદ અનન્યા પાંડે-ઈશાન ખટ્ટર અલગ થયાં, મિત્રતા ચાલુ રહેશે

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ લવ બર્ડ્સ અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટરે પોતાના સંબંધોનો ક્યારેય ઑફિશિયલી સ્વીકાર કર્યો નહોતો, જોકે બંને પાર્ટીથી લઈ ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતાં હતાં. આટલું જ નહીં, બંને વેકેશન મનાવવા માટે પણ જતાં હતાં. હવે ચર્ચા છે કે ત્રણ વર્ષના ડેટિંગ બાદ બંનેએ બ્રેક-અપ કરી લીધું છે.

પરસ્પર સહમતીથી બ્રેક-અપનો નિર્ણય લીધો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષના ડેટિંગ બાદ અનન્યા તથા ઈશાને બ્રેક-અપનો નિર્ણય લીધો છે. બંનેએ પરસ્પરની સહમતીથી આમ કર્યું છે. માનવામાં આવે છે કે બંને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરી શકતાં નથી. બંનેનો દૃષ્ટિકોણ પરિસ્થિતિ તથા વસ્તુને જોવાનો એકદમ અલગ છે. આ જ કારણે બંને હવે આ સંબંધને આગળ લઈ જવા માગતાં નથી અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

રોમાન્સ પૂરો, પણ મિત્રતા ચાલુ
સૂત્રોના મતે, અનન્યા તથા ઈશાને બ્રેક-અપ જરૂરથી કર્યું છે, પરંતુ બંને મિત્ર તરીકે હંમેશાં રહેશે. ભવિષ્યમાં જો તેમને સાથે ફિલ્મની ઑફર થશે તો તેઓ કામ પણ સાથે કરશે. બંને બ્રેક-અપને સમજદારી તથા મેચ્યોરિટી સાથે હેન્ડલ કરવા માગે છે.

શાહિદ કપૂરનો બર્થડે સાથે સેલિબ્રેટ કર્યો હતો
હજી મહિના પહેલાં જ અનન્યાએ ઈશાન સાથે એક્ટર શાહિદ કપૂરનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શાહિદ તથા ઈશાન સાવકા ભાઈ છે. અનન્યા પાંડે અવારનવાર ઈશાનના પરિવાર સાથે જોવા મળતી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈશાન છેલ્લે 2020માં ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળ્યો હતો. હવે તે 'ફોન ભૂત' તથા 'પિપ્પા'માં જોવા મળશે. અનન્યા પાંડે છેલ્લે 'ગહરાઇયા'માં જોવા મળી હતી. અનન્યા હાલમાં 'લાઇગર' તથા 'ખો ગયે હમ કહાં'માં વ્યસ્ત છે.