સૈફનો દીકરો નારાજ:ચહેરો છુપાવતો વીડિયો વાઇરલ થયા બાદ ઈબ્રાહિમ અલી ખાન ને પલક તિવારી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડાં સમય પહેલાં પલક ને ઈબ્રાહિમ ડિનર ડેટ પર સાથે જોવા મળ્યાં હતાં
  • રેસ્ટોરાંમાંથી બહાર આવતા સમયે પલકે ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હાલમાં જ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. રેસ્ટોરાંમાંથી બહાર આવતા સમયે પલક તથા ઈબ્રાહિમ એક જ કારમાં બેઠાં હતાં. આ સમયે પલકે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. આ વર્તનને કારણે પલકને સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. પલકની આ હરકત ઈબ્રાહિમ ખાનને પણ પસંદ આવી નથી.

ઈબ્રાહિમ નારાજ થયો
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, પલકે જે રીતે પોતાનો ચહેરો છુપાવ્યો તે વાતથી ઈબ્રાહિમ અલી ખાનને ઘણી જ શરમ આવી હતી. પલક તથા ઈબ્રાહિમ પહેલી જ વાર આ રીતે પબ્લિક પ્લેસમાં મળ્યા હતા, પરંતુ પલકે જે વર્તન કર્યું તે ઘણું જ બાલિશ હતું.

પલકને પણ શરમ આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોતાનો વીડિયો વાઇરલ થયા બાદ પલકને પણ શરમ આવી હતી. પલકે કારમાં બેસીને હાથથી ચહેરો છુપાવ્યો હતો.

બંને વચ્ચે વાતચીત બંધ
વધુમાં વીડિયો વાઇરલ થયા બાદથી પલક તથા ઈબ્રાહિમ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. એ કહેવું ઉતાવળીયું હશે કે તેમની વચ્ચે બધું પૂરું થઈ ગયું. તેઓ એકબીજાના મિત્રો છે, પરંતુ એ વાત પણ નક્કી છે કે બંને એકબીજાને પસંદ કરે છે. હાલમાં બંને એકબીજાથી અંતર રાખી રહ્યાં છે.

શું બન્યું હતું?
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ (20) તથા એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક (21) શુક્રવાર, 21 જાન્યુઆરીની રાત્રે મુંબઈની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યાં હતાં. રેસ્ટોરાંમાંથી બહાર આવ્યા બાદ ઈબ્રાહિમ અલી ખાન તથા પલક તિવારી એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ફોટોગ્રાફર્સથી બંને ચહેરો છુપાવતા જોવા મળ્યા હતા. પલકે હાથથી ચહેરો છુપાવ્યો હતો. તો ઈબ્રાહિમ પણ ચહેરો છુપાવવાનો પૂરતો પ્રયાસ કરતો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પલક રેડ રંગના ટોપ, બ્લૂ જીન્સ, સ્નીકર્સ તથા બ્લેક માસ્કમાં હતી. ઈબ્રાહિમ બ્લેક ટી શર્ટ, જેકેટ, ગ્રે જીન્સ, સ્નીકર્સ તથા બ્લેક માસ્કમાં હતો. બંનેને આ રીતે સાથે જોઈને સો.મીડિયા યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ બંને બોલિવૂડના ન્યૂ કપલ છે. અનેક યુઝર્સે એવું કહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરે છે.

યુઝરે કહ્યું, મોં છુપાવી લીધું છે, મમ્મી ધમકાવશે નહીં
એક યુઝરે કમેન્ટ કરી હતી, 'મોં છુપાવવાની કેમ જરૂર પડી. અન્ય એકે કહ્યું હતું, 'મોં છુપાવી લીધું છે..હવે મમ્મી ધમકાવશે નહીં.' ત્રીજાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, 'મોં તો એ રીતે છુપાવે છે, જાણે દરોડા પડ્યા હોય.' અન્ય એકે કરીના કપૂરને ટાર્ગેટ કરીને કહ્યું હતું, 'હવે કરીના સલાહ આપશે કે આને ડેટ ના કરીશ.' બીજા એક યુઝરે કહ્યું હતું, 'માની જેમ જ ડ્રામેબાઝ છે.'

'બિજલી..' સોંગ હિટ રહ્યું
પલકનું ગયા વર્ષે હાર્ડી સંધુ સાથેનું 'બિજલી બિજલી..' સોંગ ઘણું જ હિટ રહ્યું હતું. પલક બોલિવૂડ ફિલ્મ 'રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર'થી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં પલક BPO (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ)માં કામ કરતી યુવતીના પાત્રમાં છે. આ ફિલ્મ ગુરુગ્રામની સત્યા ઘટના પર આધારિત છે. ફિલ્મમાં અરબાઝ ખાન, તનિષા મુખર્જી પણ છે.

ઈબ્રાહિમ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે
ઈબ્રાહિમ અલી ખાન હાલમાં કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન તથા શબાના આઝમી છે. ફિલ્મ 10 ફેબ્રુઆરી, 2023માં રિલીઝ થશે.