બોલિવૂડના પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. બંને 17 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. હવે દરરોજ તેમના લગ્ન વિશે એક પછી એક અપડેટ સામે આવી રહી છે. લગ્નના સમાચારો પછી હવે તેમના હનીમૂનની ચર્ચા જોર પર છે. દિવ્ય ભાસ્કરના સૂત્રોના અનુસાર, તેઓ પોતાના હનીમૂન ટ્રિપ માટે સાઉથ આફ્રિકા જશે. સૌથી ખાસ વાત એ છે કે તેમની લવ સ્ટોરી પણ આ દેશમાં શરૂ થઈ હતી.
આલિયા માટે લકી છે સાઉથ આફ્રીકા
નજીકના સૂત્રોના અનુસાર, આલિયા સાઉથ આફ્રિકાને પોતાનું લકી ડેસ્ટિનેશન માને છે. તેના અનુસાર, સાઉથ આફ્રિકામાં જ તેની અને રણબીરની લવ સ્ટોરી શરૂ થઈ હતી. હકીકતમાં થોડા વર્ષો પહેલા આલિયા પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન બીમાર થઈ ગઈ હતી. તે સમયે તે સતત શૂટિંગ કરી રહી હતી અને તેને આ બેક-ટૂ-બેક શિડ્યુલની વચ્ચે તેણે બ્રેક લીધો. આ બ્રેકમાં તે સાઉથ આફ્રિકા ગઈ હતી. આ ટ્રિપમાં રણબીર પણ તેની સાથે હતો. આ મિની ટ્રિપમાં જ રણબીરે આલિયા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને આ જ કારણથી આલિયા લગ્ન પછી સાઉથ આફ્રિકામાં થોડા દિવસ વિતાવવા માગે છે.
કપલને વાઈલ્ડલાઈફ સફારી પસંદ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર અને આલિયાને વાઈલ્ડલાઈફ સફારી ઘણી પસંદ છે. પોતાના હનીમૂન માટે પણ તેઓ સાઉથ આફ્રિકામાં વાઈલ્ડ સફારી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો કે, અત્યાર સુધી તેમણે ત્યાં જવાની તારીખ ફાઈનલ નથી કરી. આ વર્ષની શરૂઆતમાં પણ રણબીર અને આલિયા આફ્રિકામાં એડવેન્ચર ટ્રિપ પર ગયા હતા. અહીં તેમણે વાઈલ્ડલાઈફ સફારીની મજા માણી હતી. તેની સાથે જ બંનેએ અહીં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. આલિયાએ પોતાની આ ટ્રિપના કેટલાક ફોટોઝ પણ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
રણબીરના ઘરે બેચરલ પાર્ટી થશે
સૂત્રોના અનુસાર, લગ્ન પહેલા રણબીર અને આલિયાની બેચરલ પાર્ટી કરશે. રણબીર કપૂરની બેચરલ પાર્ટી તેના ઘરે જ થશે, જેમાં તેના નજીકના મિત્રો સામેલ થશે. તેમજ આલિયાની ફ્રેન્ડ અનુષ્કા રંજન પણ થનારી દુલ્હન માટે બેચરલ પાર્ટીની તૈયારી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.