તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદમાં આમિર ખાન:'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ બાદ ટીમે લદ્દાખના ગામમાં કચરાના ઢગ કર્યા, તસવીર સામે આવી

મુંબઈ21 દિવસ પહેલા

આમિર ખાન હાલમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થાય તેવી શક્યતા છે. હાલમાં આમિર લદ્દાખમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જોકે, આ ફિલ્મની ટીમ વિવાદમાં આવી છે. લદ્દાખના ગામ વાખાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ગામમાં ટીમે ચારે બાજુ કચરો કર્યો છે. ટીમે જતા પહેલાં કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ કર્યો નથી.

આમિરના વિચારો પર સવાલ
એક યુઝરે સો.મીડિયામાં શૂટિંગ પછીનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોતા ખ્યાલ આવે છે કે ગામને કેટલી ખરાબ રીતે પ્રદૂષિત કરવામાં આવ્યું છે. ટીમે દરેક જગ્યાએ કચરો ઠાલવ્યો છે. વીડિયોને જિગ્મત લદ્દાખીએ પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, 'બોલિવૂડ સ્ટાર આમિર ખાન તરફથી લદ્દાખના ગામ વાખાને આ ભેટ છે. આ ભેટ 'લાલ સિંહ ચઢ્ઢા'ની ટીમે આપી છે. આમિર 'સત્યમેવ જયતે'માં પર્યાવરણ પર મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે વાત પોતાની આવે ત્યારે આમ જ થાય છે.

સરુકાખથાંગ આજકાલ ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયું
અન્ય એક યુઝરે કહ્યું હતું, 'લાલ સિંહ..'નું શૂટિંગ લદ્દાખના કારગિલ જિલ્લાના વાખા ગામની પાસે સરુકાથાંગમાં થઈ રહ્યું છે. હવે સરુકાથાંગ ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવું લાગે છે. પ્લાસ્ટિકની બોટલ તથા કચરો જોવા મળે છે. અન્ય એક યુઝરે કહ્યું હતું કે 'રંગ દે બસંતી' 2006માં આવી હતી. આ ફિલ્મ પછી નાહરગઢ વન્યજીવ અભ્યારણ્ય બીયરની બોટલને કારણે ડમ્પ યાર્ડ જેવું દેખાવવા લાગ્યું હતું. ટીમે અભ્યારણ્યના 2 વિસ્તારમાંથી 2 ટન તૂટેલી બોટલો ભેગી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...