તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Inside Pics:યામી ગૌતમે લગ્નની તસવીરો શૅર કરી, પરિવાર સાથે ખુશ જોવા મળી

મુંબઈ6 દિવસ પહેલા
  • યામીએ ચાર જૂનના રોજ 'ઉરી' ફૅમ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં
  • યામી પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી રહી છે

ચાર જૂન, શુક્રવારના રોજ બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં. યામીએ લગ્નની તસવીર શૅર કરીને આ અંગેની માહિતી ચાહકોને આપી હતી. હવે યામી તથા તેની બહેન સુરીલીએ લગ્નની અન્ય તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં યામીની લગ્નની વિવિધ વિધિ કરતી જોવા મળે છે.

કલીરે તથા હલ્દીની તસવીરો
યામી ગૌતમે શનિવાર, 5 જૂનના રોજ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. બીજા દિવસે એટલે કે 6 જૂનના રોજ યામી ગૌતમે કલીરે તથા હલ્દી સેરેમનીની તસવીરો શૅર કરી હતી.

પરિવાર સાથે જોવા મળી
આ તસવીરોમાં યામી પરિવાર સાથે જોવા મળી હતી. યામીની નાની બહેન સુરીલીએ પણ લગ્નની તસવીરો શૅર કરી હતી.

યામીના લગ્નની ખાસ તસવીરો

લગ્નની તસવીર શૅર કરી હતી
યામી તથા આદિત્યે પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, 'તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતા શીખી.' વધુમાં કહેવામાં આવ્યું હતું, 'અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.'