ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. આ લગ્નમાં માત્ર 50 મહેમાનો હાજર રહ્યા હતા. લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત આકાંક્ષા રંજન, આકાશ-શ્લોકા અંબાણી, કરન જોહર, લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા.
શેરવાનીમાં રણબીર
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.
આલિયા ભટ્ટે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. લગ્નની તસવીરો શૅર કરીને આલિયાએ કહ્યું હતું, 'આજે અમે અમારા મિત્રો તથા પરિવારની અમારા ઘરમાં, છેલ્લાં પાંચ વર્ષ અમારી મનપસંદ જગ્યા બાલ્કનીમાં વિતાવ્યા છે, ત્યાં લગ્ન કર્યાં. અમે ઘણું બધું પાછળ મૂકી દીધું છે અને અમે નવી યાદો બનાવવા માટે ઉત્સુક છીએ. પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઇટ્સ, મીઠા ઝઘડા, વાઇન અને ચાઇનીઝ... અમારા જીવનની ખાસ ક્ષણોમાં તમારા પ્રેમ માટે આભાર. તમારા પ્રેમે આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.