તમન્ના ભાટિયા તથા વિજય વર્માએ ગોવામાં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. બંને મુંબઈ પરત ફર્યા છે. ગોવામાં બંનેએ નવા વર્ષે એકબીજાને કિસ કરી હતી. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયો બાદ બંને પહેલી જ વાર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. તમન્ના કે વિજય વર્માએ એરપોર્ટ પર સાથે પોઝ આપ્યા નહોતા.
અલગ-અલગ પોઝ આપ્યા
મંગળવાર, 3 જાન્યુઆરીની રાત્રે તમન્ના તથા વિજય એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંનેએ ફોટોગ્રાફર્સને અલગ અલગ પોઝ આપ્યા હતા. તમન્ના બ્લેક ડ્રેસમાં હતી અને વિજયે વ્હાઇટ ટી શર્ટ તથા ડેનિમ પહેર્યું હતું.
બંને પહેલીવાર ક્યારે મળ્યાં?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તમન્ના ભાટિયા તથા વિજય વર્મા પહેલી વાર સુજોય ઘોષના સેટ પર મળ્યા હતા. સુજોય ઘોષ 'લસ્ટ સ્ટોરી 2'નો એક હિસ્સો ડિરેક્ટ કર્યો છે, જેમાં તમન્ના ભાટિયા તથા વિજ વર્મા છે. સેટ પર બંને વચ્ચે વાતચીત થઈ હતી અને બંનેને એકબીજાનું કામ ગમવા લાગ્યું હતું. બંને હાલમાં ઘણાં જ ખુશ છે.
વિજય વર્મા એક્ટ્રેસના ઘરે પણ ગયો હતો
તમન્ના તથા વિજય મુંબઈમાં આયોજિત દિલજીત દોસાંજની કોન્સર્ટમાં પણ સાથે જ હતા. આ કોન્સર્ટમાં કાર્તિક આર્યન, અંગદ બેદી તથા નેહા ધૂપિયા પણ ગયા હતા. 21 ડિસેમ્બરના રોજ તમન્નાનો જન્મદિવસ હતો અને વિજય વર્મા એક્ટ્રેસના ઘરે પણ ગયો હતો.
ગોવામાંથી કિસિંગ વીડિયો વાઇરલ થયો
ગોવામાં 2022ના છેલ્લા દિવસે તમન્ના તથા વિજયે કિસ કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન તમન્નાએ પિંક કલરના આઉટફિટ પહેર્યા હતા અને વિજય વ્હાઇટ ટીશર્ટમાં હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો વિજય વર્મા 'ડાર્લિંગ્સ'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. હવે તે કરીના કપૂર સાથે સુજોય ઘોષની 'ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X'માં જોવા મળશે. 'મિર્ઝાપુર'ની ત્રીજી સિઝન પણ વિજય વર્મા કામ કરી રહ્યો છે. વેબ સિરીઝ 'દહાડ'માં પણ વિજય જોવા મળશે. તમન્નાની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મ 'ભોલા શંકર', મલયાલમ ફિલ્મ 'બાંદ્રા' તથા હિંદી ફિલ્મ 'બોલે ચૂડિયાં'માં કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.