હેલ્થ અપડેટ:ફ્રેક્ચર થયા બાદ અભિષેક બચ્ચને હાથમાં સર્જરી કરાવી, કહ્યું- 'મર્દ કો દર્દ હોતા હૈ...'

મુંબઈ3 મહિનો પહેલા
  • ચેન્નઈમાં શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચનને ફ્રેક્ચર થયું હતું.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અભિષેક બચ્ચનને ઈજા થઈ છે અને તેની પર સર્જરી કરવામાં આવી છે. અમિતાભ તથા શ્વેતા 22 ઓગસ્ટની રાત્રે અભિષેકની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ પણ ગયા હતા. હવે અભિષેકે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાની તબિયત અંગે વાત કરી છે.

શું કહ્યું અભિષેકે?
અભિષેકે હાથમાં સ્લિંગ બેગ પહેરેલી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ચેન્નઈમાં શૂટિંગ દરમિયાન મારો અકસ્માત થયો હતો અને મારા જમણાં હાથે ફ્રેક્ચર થયું હતું. સર્જરીની જરૂર હતી. તો હું તરત જ મુંબઈ પરત આવ્યો. સર્જરી થઈ અને હવે તમામ પેચિસ પણ જતા રહ્યા છે. હવે હું પાછો ચેન્નઈ આવી ગયો છું અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શો મસ્ટ ગો ઓન..'

પિતાના ડાયલોગ સાથે આ વાત કહી
અમિતાભની ફિલ્મ 'મર્દ'ના સંવાદ સાથે અભિષેકે કહ્યું હતું, 'મારા પપ્પા કહેતા હોય છે...મર્દ કો દર્દ નહીં હોતા.. ઠીક ઠીક છે.. પણ થોડું તો થાય છે. તમારી શુભેચ્છા માટે આભાર.'

સેલેબ્સે કમેન્ટ્સ કરી
બહેન શ્વેતા બચ્ચને કહ્યું હતું, 'બેસ્ટ પેશન્ટ.' બોબી દેઓલે કહ્યું હતું, 'આશા છે કે તું જલ્દી ઠીક થઈ જઈશ.' ભાણી નવ્યા નવેલી તથા કરન જોહરે કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. અભિષેકના બેસ્ટ ફ્રેન્ડ સિકંદર ખેરે કહ્યું હતું, 'આનાથી વધુ સારો ક્યારેય દેખાતો નથી...માસ્ક અને સ્લિંગ વાઇબ છે.' રિતેશ દેશમુખ, મનીષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, આનંદ આહુજા, ગૌહર ખાન, વિક્રાંત મેસી સહિતના સેલેબ્સે અભિષેક જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.

અભિષેક 'બોબ બિશ્વાસ'માં જોવા મળશે
ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચનની તસવીરો થોડાં દિવસ પહેલાં જ વાઇરલ થઈ હતી, જેમાં તેના જમણાં હાથમાં સ્લિગ બેગ તથા બેન્ડેજ બાંધેલી હતી. અભિષેક બચ્ચન એરપોર્ટ પર પત્ની ઐશ્વર્યા તથા દીકરી આરાધ્યાને સી-ઑફ કરવા આવ્યો હતો. અભિષેક બચ્ચન 'બોબ બિશ્વાસ', 'અય્યપનુમ કોશિયુમ', 'દસવી' સહિત ફિલ્મમાં જોવા મળશે.