મેદાનમાં ફ્રેન્ડશિપ:ફુટબોલ મેચ બાદ રણવીર સિંહ અને ક્રિકેટર ધોની વચ્ચે ખાસ બોન્ડિંગ, એક્ટરે કહ્યું- હંમેશાં મોટાભાઈના ચરણોમાં

મુંબઈ4 મહિનો પહેલા
  • રણવીર સિંહ તથા મહેન્દ્ર સિંહ ધોની ઓલ સ્ટાર્સ ફુટબોલ ક્લબમાં સાથે છે

બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે મુંબઈના ફુટબોલ ક્લબ સ્ટેડિયમમાં ફુટબોલ રમતા જોવા મળ્યો હતો. બંને સેલિબ્રિટીઝ ઓલ સ્ટાર્સ ફુટબોલ ક્લબમાં સાથે છે. રમત દરમિયાન બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ક્લબ ચેરિટી મેચ રમાડે છે. ચેરિટી મેચમાંથી જે પૈસા ભેગા થાય તેમાંથી જરૂરિયાતમંદની મદદ કરવામાં આવે છે. 25 જુલાઈ, રવિવારના રોજ રણવીર પ્રેક્ટિસ પછી ધોનીને ગળે મળતો જોવા મળ્યો હતો. બંને એક જ ટીમમાં છે. સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન વિરોધી ટીમમાં છે.

રણવીર-ધોનીની કેમિસ્ટ્રી
મેચ દરમિયાન રણવીર તથા ધોનીની કેમિસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. તસવીરમાં બંનેએ નિયોન ગ્રીન જર્સી પહેરી છે. રણવીરની પોનીટેલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. રણવીરે સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મોટાભાઈના ચરણોમાં હંમેશાં.'

મેદાનમાં રણવીર-ધોની...

ધોની ફુટબોલનો ઘણો મોટો ચાહક
ધોની ફુટબોલનો ઘણો જ મોટો ચાહક છે. ઇન્ડિયન સુપર લીગમાં ધોનીની પોતાની ટીમ છે અને તેનું નામ ચેન્નિયન ફુટબોલ ક્લબ છે.

રણવીર '83'માં જોવા મળશે
રણવીર ફિલ્મ '83'માં ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મ 1983માં ભારતે વર્લ્ડ કપ જીત્યો તેના પર છે. દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં છે. રણવીર 'જયેશભાઈ જોરદાર', 'સર્કસ' જેવી ફિલ્મમાં જોવા મળશે.