તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ કૌશલના મોતનું દુઃખ:પતિના અવસાન બાદ મંદિરા બેદીના રડી રડીને હાલ બેહાલ, રવિના ટંડન-મૌની રોયે સાંત્વના પાઠવી

મુંબઈ3 મહિનો પહેલા
  • મંદિરા બેદીના પતિનું હાર્ટ અટેકને કારણે અવસાન
  • અંતિમ સંસ્કાર બાદ સેલેબ્સે ઘરે જઈને મંદિરાને હિંમત આપી હતી

એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ તથા ફિલ્મમેકર રાજ કૌશલનું 30 જૂનના રોજ 49 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. પતિના આકસ્મિક નિધનથી મંદિરા એકદમ ભાંગી પડી હતી. અંતિમ સંસ્કારના સમયે પણ મંદિરા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, મંદિરાના આંખના આંસુ હજી પણ સૂકાયા નથી. તે સતત રડે છે.

મંદિરાની સો.મીડિયામાં જેટલી પણ તસવીરો વાઇરલ થઈ છે, તેમાં તેનું દુઃખ સ્પષ્ટ જોવા મળે છે. આ મુશ્કેલ સમયમાં મંદિરાને સાંત્વના પાઠવવા ઘણાં સેલેબ્સ તેના ઘર 'રામા'માં આવ્યા હતા અને તેની સાથે થોડો સમય પસાર કર્યો હતો.

કયા કયા સેલેબ્સ આવ્યા હતા?

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા માલવડે
બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા માલવડે
મૌની રોય
મૌની રોય
રોહિત રોય
રોહિત રોય
અદિતિ ગોવિત્રિકર
અદિતિ ગોવિત્રિકર
અરશદ વારસીની પત્ની મારિયા
અરશદ વારસીની પત્ની મારિયા
ટીવી-બોલિવૂડ એક્ટર આશિષ ચૌધરી
ટીવી-બોલિવૂડ એક્ટર આશિષ ચૌધરી
સુલેમાન મર્ચન્ટ પત્ની રેશ્મા સાથે
સુલેમાન મર્ચન્ટ પત્ની રેશ્મા સાથે
રવિના ટંડન
રવિના ટંડન

મંદિરાએ પરંપરા તોડીને પતિની અંતિમવિધિ કરી
સામાન્ય રીતે પત્ની ક્યારેય સ્મશાનમાં જતી નથી અને તે પતિની અર્થીને કાંધ પણ આપતી નથી. જોકે, મંદિરાએ આ પરંપરા તોડીને પતિના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. રાજ કૌશલના અંતિમ સંસ્કાર સાડા અગિયારની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને પતિની અર્થીને કાંધ પણ આપી હતી.

મંદિરાએ દોણી પકડી હતી
મંદિરાએ દોણી પકડી હતી
રડતી આંખે પતિની અંતિમ વિધિ કરીને ઘરે પરત ફરતી મંદિરા
રડતી આંખે પતિની અંતિમ વિધિ કરીને ઘરે પરત ફરતી મંદિરા
અન્ય સમાચારો પણ છે...