તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્કીને સાંત્વના:અક્ષય કુમારની મમ્મીના નિધન બાદ વડાપ્રધાને શોક સંદેશ મોકલ્યો, ભાવુક વાત કરી

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમારની મમ્મીનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. અક્ષય કુમાર માતાના અવસાન બાદથી દુઃખમાં છે. બોલિવૂડ સેલેબ્સે અક્ષય કુમારના ઘરે જઈને આશ્વાસન આપ્યું હતું. હવે દેશના વડાપ્રધાન મોદીએ પણ અક્ષય કુમારને શોક સંદેશો મોકલ્યો છે.

અક્ષયે સો.મીડિયામાં લેટર શૅર કર્યો
અક્ષય કુમારે વડાપ્રધાન મોદીનો શોક સંદેશ સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ પત્રની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું, 'મારા પ્રિય અક્ષય, સૌથી સારું એ હોત કે હું આ પત્ર ક્યારેય ના લખતો હોત. એક આદર્શ દુનિયામાં આવો સમય ક્યારેય આવવો જોઈએ નહીં. તમારી માતાજી અરુણા ભાટિયાના અવસાનના સમાચાર સાંભળીને મને ઘણું જ દુઃખ થયું.'

અક્ષયના વખાણ કર્યા
પત્રમાં મોદીએ એક્ટરના સંઘર્ષની પણ વાત કરી છે. તેમણે કહ્યું હતું, 'તમે બહુ જ મહેનત તથા સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. તમે તમારા દૃઢ સંકલ્પ તથા મહેનતથી તમારું નામ બનાવ્યું છે. પોતાના માટે ફૅમ કમાયું છે. પોતાની સફરમાં મૂલ્યો તથા નૈતિક શક્તિ જાળવી રાખી. આ જ કારણે તમે સહજતાથી મુશ્કેલ પરિસ્થિતિને તકમાં બદલી નાખો છે. આ વાત તમને તમારા પેરેન્ટ્સના વારસામાં મળી છે. જ્યારે તમે તમારી કરિયર શરૂ કરી ત્યારે મને વિશ્વાસ છે કે લોકોને શંકા ગઈ હશે, પરંતુ તમારી માતા ખડકની જેમ તમારી સાથે રહી અને સુનિશ્ચિત કર્યું કે તમે દરેક સમયે દયાળુ તથા વિનમ્ર બની રહો.'

શબ્દો ઓછા પડી ગયાઃ નરેન્દ્ર મોદી
પત્રના અંતે મોદીએ કહ્યું હતું, 'ખુશીની વાત એ છે કે તેમણે તેમના જીવનમાં તમને સફળતા તથા સ્ટારડમની નવી ઊંચાઈઓ પર જોયા. તમે જે રીતે તેમની દેખરેખ રાખી છે, તે ઘણી જ પ્રેરણાદાયક છે. તેમણે એ વાત સારી રીતે જાણી કે તેમનો દીકરો ભારતના સૌથી લોકપ્રિય તથા બહુમુખી અભિનેતામાંથી એક છે. આવી દુઃખની ઘડીમાં શબ્દ ઓછા પડી જાય છે. તેમની યાદો તથા વિરાસતને જાળવી રાખો અને તેને ગોરવાન્વિત કરતા રહો. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તમારી તથા તમારા પરિવાર પ્રત્યે છે.

અક્ષયે આભાર માન્યોઃ
આ પત્ર મળ્યા બાદ અક્ષય કુમાર ઘણો જ ઇમોશનલ જોવા મળ્યો હતો. તેણે પત્ર શૅર કરીને કહ્યું હતું, 'મમ્મીના નિધન બાદ તમામ શોક સંદેશા માટે તમારો આભાર. મારા તથા મારા દિવંગત માતા-પિતા માટે સમય કાઢવા માટે તથા તમારી ભાવનાઓને વ્યક્ત કરવા માટે માનનીય વડાપ્રધાનનો આભારી છું. આ રાહત આપનારા શબ્દો હંમેશાં મારી સાથે રહેશે. જય અંબે'

અન્ય સમાચારો પણ છે...