તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ટરનેશનલ ડેબ્યુ:‘સુપર 30’ પછી હ્રિતિક રોશન હવે આનંદ કુમારની બાયોપિકનાં ઇંગ્લિશ વર્ઝનથી ઈન્ટરનેશનલ ડેબ્યુ કરશે

4 મહિનો પહેલા

ફિલ્મ ‘સુપર 30’ પછી હ્રિતિક રોશન આનંદ કુમારની બાયોપિકમાં ઇંગ્લિશ વર્ઝનથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કરશે. રિપોર્ટ પ્રમાણે, હ્રિતિકને આ એક્શન-પેક્ડ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મ સુપર 30 જુલાઈ 2019માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ લોકોને ઘણી ગમી હતી. ફિલ્મમાં હ્રિતિકે પટનાના ગણિતજ્ઞ આનંદકુમારનો રોલ પ્લે કર્યો હતો.

બિહારના આનંદની ઈચ્છા હવે પોતાની બાયોપિક સુપર 30ને ઇંગ્લિશ ભાષાના ઇન્ટરનેશનલ વર્ઝનમાં શૂટ કરવાનો છે. તે પોતાના લાઈફની સ્ટોરી ઇન્ટરનેશનલ વર્ઝનમાં લોકોને દેખાડશે. બાયોગ્રાફી ‘સુપર 30: ચેન્જિંગ ધ વર્લ્ડ 30 વિદ્યાર્થીઓ એટ અ ટાઈમ બાય આનંદ કુમાર’ કેનેડાના સાઈકાટ્રીસ્ટ બીજુ મેથ્યુએ લખી છે. આનંદ પર આ નવી ઇન્ટરનેશનલ બાયોપિકનું શૂટિંગ પટનામાં થશે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની સાથે મળીને આનંદ કુમાર પોતાની આ ઇન્ટરનેશનલ બાયોપિક કો-પ્રોડ્યુસ કરશે.

20 વર્ષ પહેલાં હ્રિતિકનું ઇન્ટરનેશનલ કરિયર શરુ થઇ શકતું હતું
હ્રિતિકનું ઇન્ટરનેશનલ કરિયર 20 વર્ષ પહેલાં જ શક્ય હતું. તેને તરસેમ સિંહના એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટની ઓફર આવી હતી. આ પ્રોજેક્ટમાં તેને દેશી અવતારમાં શેક્સપિયર હેલ્મેટનો રોલ પ્લે કરવાનો મોકો મળ્યો હતો. આ પ્રોજેક્ટનું ટાઈટલ આદિત્ય હતું. જો કે, હ્રિતિક ત્યારે એવું વિચારતો હતો કે આ પ્રકારના રોલ પ્લે કરવા માટે તે હજુ નવો છે.

પછી 2014 માં ફરી એકવાર હ્રિતિકના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે તેણે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ના ડિરેક્ટર રોબ કોહેન સાથે મુલાકાત કરી હતી. એ પછી હ્રિતિકના પિતા રાકેશ રોશને આ સમાચાર ફેક કહ્યા હતા.

‘સુપર 30’નું ડિરેક્શન વિકાસ બહલે કર્યું હતું
‘સુપર 30’ના ડિરેક્ટર વિકાસ બહલ છે. ફિલ્મમાં હ્રિતિક ઉપરાંત મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના, પંકજ ત્રિપાઠી, આદિત્ય શ્રીવાસ્તવ અને અમિત સાધ પણ લીડ રોલમાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો