વર્ચ્યુઅલ ટ્રેનિંગ / સુહાના ખાન બાદ અનન્યા પાંડે ઘરે રહીને બેલી ડાન્સના ઓનલાઇન ક્લાસ લઇ રહી છે

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:42 PM IST

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે જ છે. શૂટિંગ બંધ હોવાથી એક્ટર્સ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ચંકી પાંડેની દીકરી ઘરે રહીને બેલી ડાન્સની વર્ચ્યુઅલ ટ્રેનિંગ લઇ રહી છે. તેની ડાન્સ ટ્રેનરે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કર્યો છે.

શાહરુખની દીકરી સુહાના ખાન પણ બેલી ડાન્સના ઓનલાઇન ક્લાસ લઇ રહી છે. ટ્રેનરે અગાઉ સુહાના સાથેનો ફોટો અપલોડ કર્યો હતો.

સુહાના, અનન્યા અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર બાળપણના મિત્રો છે. તેઓ ત્રણેય બેલી ડાન્સની ટ્રેનિંગ લઇ રહી છે. અનન્યા પાંડેએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી દીધું છે. આ ત્રણેય ફ્રેન્ડ્સ ઘણીવાર સાથે હેન્ગ આઉટ કરતી પણ દેખાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી