તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • After Starting A YouTube Channel, A Production House, Alia Bhatt Has Now Become An Investor, After Katrina Kaif, Alia Has Also Invested In Nykaa

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ જર્ની:યુટ્યુબ ચેનલ, પ્રોડક્શન હાઉસ શરૂ કર્યા બાદ હવે આલિયા ભટ્ટ ઇન્વેસ્ટર બની, 'Nykaa' કંપનીમાં કેટરીના કૈફ બાદ આલિયાએ પણ રોકાણ કર્યું

5 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે એક નવી જર્ની સ્ટાર્ટ કરી છે. ફિલ્મો સિવાય આલિયાએ ખુદની યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, ખુદનું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કર્યું અને હવે આલિયા ભટ્ટ ઇન્વેસ્ટર બની છે. લાઇફસ્ટાઇલ રિટેલર 'Nykaa' (નાયકા) કંપનીમાં આલિયા ભટ્ટે રોકાણ કર્યું છે. આ કંપનીમાં કેટરીના કૈફ પછી ઈન્વેસ્ટ કરનારી આલિયા બીજી સેલિબ્રિટી છે. રોકાણની રકમ જાહેર થઇ નથી.

2012માં આલિયા અને કંપની લોન્ચ થયા
આલિયાનું ઇન્વેસ્ટર ફેમિલીમાં સ્વાગત કરતા કંપનીના ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયરે કહ્યું કે, 'આલિયા અને મારે ઘણી રસપ્રદ ચર્ચા થઇ હતી કે કઈ રીતે તે અને નાયકા 2012માં લોન્ચ થયા હતા. તેણે કહ્યું હતું કે તે ત્રણ કારણોને લીધે આ કંપનીમાં રોકાણ કરી રહે છે. પહેલું તો કે કંપની ભારતીય મૂળ ધરાવે છે, બીજું કે એક મહિલાએ તેની સ્થાપના કરી છે અને ત્રીજું કે આ કંપની એ પુરાવો છે કે ભારત દુનિયાને બેસ્ટ આપવા સક્ષમ છે.'

2012માં ફાલ્ગુની નાયરે 'Nykaa' ઈ કોમર્સ વેબસાઈટ રૂપે શરૂ કરેલ હતી અને આજે તેની વેબસાઈટ, એપ અને રિટેલ આઇટલેટ્સ પણ છે. કેટરીના કૈફે આ કંપનીમાં રોકાણ કર્યું છે. ત્યારબાદ આલિયા આ કંપનીમાં રોકાણ કરનારી બીજી સેલેબ્રિટી છે. કેટરીના કૈફની કોસ્મેટિક બ્રાન્ડ 'Kay Beauty' માત્ર 'Nykaa' પર જ અવેલેબલ છે. આ માટે તેણે કંપની સાથે પાર્ટનરશિપ કરી છે.

યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરનારી પહેલી બોલિવૂડ સેલેબ

જૂન, 2019માં આલિયા ભટ્ટે તેની પોતાની યુટ્યુબ ચેનલ ‘Aliabe’ લોન્ચ કરી હતી. ખુદની યુટ્યુબ ચેનલ શરૂ કરનારી આલિયા પહેલી બોલિવૂડ સેલેબ હતી. ત્યારબાદ તો આ લિસ્ટમાં ગોવિંદા, સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, માધુરી દીક્ષિત, અર્જુન કપૂર અને રકુલપ્રીત સિંહ સહિત ઘણા સ્ટાર્સ સામેલ થયા.

આલિયાની આ યુટ્યુબ ચેનલના હાલ 14 લાખથી વધુ ફોલોઅર્સ છે. આલિયા તેની ચેનલ પર પોતાની ફિલ્મોના બિહાઇન્ડ ધ સીન અને સેટ પર થનારી મસ્તીના વીડિયોઝ, તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો, તેના ફિટનેસ સિક્રેટ, તેની લાઇફસ્ટાઇલ અને અમુક ઈમ્પોર્ટન્ટ ટોપિક પરના વીડિયો શેર કરે છે.

પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કર્યું

ગયા વર્ષે આલિયા ભટ્ટે 'ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન' નામનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું હતું. જુહુમાં એક્ટ્રેસની ઓફિસ છે જે 2800 સ્કવેર ફીટમાં ફેલાયેલી છે. આ વર્કપ્લેસ આલિયાએ 'ડીઅર ઝીંદગી' ફિલ્મના આર્ટ ડિરેક્ટર રૂપિન સૂચક સાથે મળીને તૈયાર કરી છે. આલિયાએ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ્સના પ્રોડક્શન વિશે કહ્યું હતું કે, તે એવી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે જેવી તેને જોવી ગમે છે.

આલિયા સિવાય અન્ય સ્ટાર્સ પણ ખુદના પ્રોડક્શન હાઉસ ચલાવે છે જેમાં અજય દેવગણ, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન વગેરે સામેલ છે.

અપકમિંગ પ્રોજેક્ટ્સ
આલિયા ભટ્ટ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં દેખાવાની છે. આ સિવાય આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પણ સામેલ છે. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR'થી આલિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. ઉપરાંત આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ 'તખ્ત'ની સ્ટારકાસ્ટમાં પણ સામેલ છે. આલિયા ભટ્ટ છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'સડક 2'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો