તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોતાનું ઘર:સોનાક્ષી અને મલાઈકા અરોરા બાદ હવે અર્જુન કપૂરે પણ બાંદ્રા વેસ્ટમાં સ્કાયવિલા ખરીદ્યો, તેની કિંમત 20 કરોડ રૂપિયા છે

2 મહિનો પહેલા
  • અર્જુનનું આ નવું ઘર 25 માળની બિલ્ડિંગમાં છે, જેમાં 81 સ્કાય વિલા છે
  • દરેક વિલાની પ્રારંભિક કિંમત 18થી 20 કરોડ છે

અર્જુન અને મલાઈકા અરોરાનાં સંબંધો હવે વધુ મજબૂત થઈ ગયા છે. હકીકતમાં સોનાક્ષી સિન્હા અને મલાઈકા અરોરા બાદ અર્જુન કપૂરે પણ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં એક લક્ઝુરિયસ સ્કાય વિલા ખરીદ્યો છે. અર્જુનનું આ નવું ઘર 25 માળની બિલ્ડિંગમાં છે. જેમાં 81 સ્કાય વિલા છે.

શું છે આ સ્કાય વિલાની ખાસિયત
આ સ્કાયવિલા '61ઓરિએટ' નામના બિલ્ડિંગ પ્રોજેક્ટનો ભાગ છે. જે એક ઈન્ટરનેશનલી ડિઝાઈન ટાવર છે. જ્યાંથી બાંદ્રા વર્લી સી લિંક, અરબી સમુદ્ર અને મુંબઈની ગ્લિટરિંગ સ્કાય લાઈન દેખાય છે. તેની ખાસિયત તેમાં બનેલો પૂલ, મિની ગોલ્ફ એરિયા પણ છે. કાર્પેટ એરિયા 4212 સ્ક્વેર ફૂટનો છે. તે વિશ્વ પ્રસિદ્ધ ડિઝાઇનર એચબીએ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. દરેક વિલાની પ્રારંભિક કિંમત 18થી 20 કરોડ છે.

અર્જુન સંબંધોમાં હંમેશાં એક રિસ્પેક્ટફૂલ બાઉન્ડ્રી રાખે છે
અર્જુને કહ્યું કે, તે હંમેશાં પોતાના સંબંધમાં એક રિસ્પેક્ટફૂટ બાઉન્ડ્રી રાખે છે અને પોતાના પાર્ટનરને સંપૂર્ણ સન્માન આપે છે. તે ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, તે પોતાની પર્સનલ લાઈફ વિશે વધુ વાત નથી કરતો કેમ કે દરેક પાર્ટનરની એક બાઉન્ડ્રી હોવી જરૂરી છે, તેનો પણ પોતાનો એક પાસ્ટ હોય છે.

અર્જુનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
અર્જુનના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો હાલમાં તેની સરદાર કા ગ્રેન્ડસન રિલીઝ થઈ છે. તે ભૂત પોલીસમાં જોવા મળશે. જેમાં તેની સાથે સૈફ અલી ખાન, જેકલીન ફર્નાડિઝ, યામી ગૌતમ અને ઝાવેદ જાફરી પણ હશે. તે 'એક વિલેન 2'માં જોવા મળશે. આ ફિલ્મને મોહિત સૂરીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 11 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે.