બિપાશા બાસુ માતા બની:લગ્નના છ વર્ષ બાદ દીકરીને જન્મ આપ્યો, લાડલીનું નામ દેવી પાડ્યું

મુંબઈ19 દિવસ પહેલા

આલિયા ભટ્ટ બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ 12 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો છે. લગ્નના છ વર્ષ બાદ બિપાશા તથા કરન પેરેન્ટ્સ બન્યાં છે. બિપાશા તથા કરને દીકરીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે. બિપાશાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, અમારા પ્રેમનું ફિઝિકલ રૂપ તથા માતાના આશીર્વાદ હવે આ સંસારમાં આવી ચૂક્યા છે અને તે ઘણી જ દિવ્ય છે.

બિપાશાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરી દીકરીના જન્મની પુષ્ટિ કરી.
બિપાશાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરી દીકરીના જન્મની પુષ્ટિ કરી.

દીકરીની ઈચ્છા પૂરી થઈ
ડિલિવરી દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં બિપાશાએ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે દીકરીનો જન્મ થાય. બિપાશાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ બાળકની વાત આવે ત્યારે તે અને કરન હંમેશાં ઈચ્છે છે કે દીકરીનો જ જન્મ થાય.

ઓગસ્ટમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
બિપાશાએ બેબી બમ્પની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'એક નવો સમય, નવો તબક્કો, એક નવી રોશનીએ અમારા જીવનને નવો જ શૅડ આપ્યો છે. આ પહેલાં કરતાં પણ વધુ સંપૂર્ણ લાગી રહ્યું છે. અમે અલગ-અલગ અમારું જીવન શરૂ કર્યું હતું અને પછી અમે એકબીજાને મળ્યા અને અમે ત્યારથી સાથે છીએ.' વધુમાં બિપાશાએ કહ્યું હતું, 'માત્ર બે લોકો માટે આટલો પ્રેમ વધુ પડતો છે. આ વાત અમને અન્યાયી લાગતી હતી અને આથી જ હવે અમે બેમાંથી ત્રણ થવાના છીએ. અમારું બાળક જલ્દીથી આવશે.'

આ તસવીર શૅર કરીને બિપાશાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
આ તસવીર શૅર કરીને બિપાશાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

2015માં સાથે કામ કર્યું હતું
બિપાશા તથા કરને 2015માં હોરર ફિલ્મ 'અલોન'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના અફેરની શરૂઆત થઈ હતી. આ સમયે કરન પરિણીત હતો.

કરનના બિપાશા સાથે ત્રીજા લગ્ન
કરને બીજી પત્ની જેનિફર વિન્ગટેને ડિવોર્સ આપીને બિપાશા સાથે એપ્રિલ, 2016માં લગ્ન કર્યાં હતાં. કરને 2008માં પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા. આ લગ્ન માંડ 10 મહિના ટક્યા હતા. ત્યારબાદ તેણે 2012માં ટીવી એક્ટ્રેસ જેનિફર સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનિફરને 2014માં ડિવોર્સ આપ્યા હતા. ત્યારબાદ ત્રીજા લગ્ન બિપાશા સાથે કર્યાં હતાં. બિપાશાના સંબંધો પહેલા ડિનો મોરિયા સાથે હતાં. ત્યારબાદ તે 8-9 વર્ષ સુધી બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ સાથે લીવ ઇનમાં રહી હતી. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. જ્હોને ઇન્વેસ્ટમેન્ટ બેંક પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કર્યાં હતાં. જ્હોનથી અલગ થયા બાદ બિપાશાનું નામ હરમન બાવેજા સાથે પણ જોડાયું હતું.

ટીવી એક્ટરમાંથી બોલિવૂડ એક્ટર બન્યો
23 ફેબ્રુઆરી, 1982માં નવી દિલ્હીમાં શીખ પરિવારમાં કરન સિંહનો જન્મ થયો છે. તેને નાનો ભાઈ પણ છે. કરન સિંહ જ્યારે નાનો હતો ત્યારે પરિવાર સાઉથ અરેબિયા શિફ્ટ થયો હતો. કરને મુંબઈની IHMમાંથી હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી લીધી છે. તેણે ઓમાનની શેરાટોન હોટલમાં માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ તરીકે કામ કર્યું છે. 2004માં કરન સિંહે ગ્લેડ્રેગ્સ મેનહન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધા જીત્યો હતો. 2004માં કરને ટીવી સિરિયલ 'કિતની મસ્ત હૈ જિંદગી'થી ટીવી કરિયર શરૂ કરી હતી. 2007માં કરન સિંહ સિરિયલ 'દિલ મિલ ગયે'થી ચાહકોમાં લોકપ્રિય થયો હતો. 2015માં તેણે ફિલ્મ 'અલોન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'હેટ સ્ટોરી 3'માં જોવા મળ્યો હતો. કરન છેલ્લે 2021માં વેબ સિરીઝ 'કૂબૂલ હૈ 2.0'માં જોવા મળ્યો હતો.

બિપાશાના પિતા સિવિલ એન્જિનિયર
1979માં 7 જાન્યુઆરીએ દિલ્હીના બંગાળી પરિવારમાં બિપાશાનો જન્મ થયો છે. બિપાશાના પિતા હિરક સિવિલ એન્જિનિયર છે અને તેની માતા મમતા હોમમેકર છે. બિપાશાને મોટી બહેન બિદિશા છે અને નાની બહેન વિજયેતા છે. બિપાશા જ્યારે આઠ વર્ષની હતી ત્યારે પરિવાર કોલકાતા શિફ્ટ થઈ ગયો હતો. 1996માં મેહર જેસિયા (બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલની એક્સ વાઇફ)એ બિપાશાને એક હોટલમાં જોઈ હતી અને તેને મોડલિંગ કરવાની શિખામણ આપી હતી. ત્યારબાદ બિપાશાએ ગોદરેજ સિન્થોલ સુપરમોડલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે જીતી પણ હતી. બિપાશાએ કેટલીક ફેશન ઇવેન્ટમાં ભાગ લીધો હતો. બિપાશા સફળ ફેશન મોડલ હતી. બિપાશાએ 2001માં 'અજનબી' ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બિપાશા બોલિવૂડમાં બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતી હતી. તેણે ફિલ્મ 'જિસ્મ'માં જ્હોન અબ્રાહમ સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા. બિપાશા બાસુ છેલ્લે 2015માં ફિલ્મ 'અલોન'માં જોવા મળી હતી. ત્યારબાદ તે એક પણ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. 2020માં વેબ સિરીઝ 'ડેન્જરસ'થી તેણે ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.

આ સેલેબ્સ પણ મોટી ઉંમરે માતા બન્યાં
બિપાશા જ નહીં, પરંતુ બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસિસે મોટી ઉંમરે માતા બનવાનું પસંદ કર્યું હતું. શિલ્પા શેટ્ટી 44 વર્ષની ઉંમરમાં સરોગસીથી દીકરી સમિશાની માતા બની હતી. શિલ્પાને દીકરો વિઆન છે. ફિલ્મ ડિરેક્ટર ફરાહ ખાને 43 વર્ષની ઉંમરે IVFથી ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. કોમેડિયન ક્રિષ્ના અભિષેકની પત્ની તથા એક્ટ્રેસ કાશ્મિરા શાહ 45ની ઉંમરમાં સરોગસીની મદદથી ટ્વિન્સની માતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...