ફાઈટ ફોર કોરોના / શાહરુખ ખાન બાદ હવે સોનુ સુદે પોતાની હોટલ મેડિકલ સ્ટાફને આપી

After Shah Rukh Khan, Sonu Sood now gave his hotel medical staff
X
After Shah Rukh Khan, Sonu Sood now gave his hotel medical staff

  • સચિન જોષીએ પણ પોતાની 36 રૂમની હોટલ BMCને આપી

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 07:02 PM IST

મુંબઈ. કોરોનાવાઈરસના બચાવ માટે સેલેબ્સ પોત-પોતાની રીતે શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં જ શાહરુખ ખાને પોતાની ચાર માળની ઓફિસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાનો નિર્ણય લીધો હતો, જેથી અહીંયા ક્વૉરન્ટીન સેન્ટર બનાવી શકાય. હવે, શાહુરખ બાદ બોલિવૂડ એક્ટર સોનુ સુદે મેડિકલ સ્ટાફને પોતાની હોટલ આપી છે તો સચિન જોષીએ પોતાની હોટલ બીએમસીને આપી છે. સચિન જોષી હાલમાં દુબઈમાં છે. તેની હોટલનું નામ બીટલ છે અને તે મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી છે. 

સોનુ સુદે મેડિકલ સ્ટાફ માટે હોટલ આપી
સોનુ સુદે પોતાની મુંબઈમાં જુહૂમાં આવેલા પોતાની હોટલ લવ એન્ડ લાતૅ ડોક્ટર્સ, નર્સ તથા પેરામેડિકલ સ્ટાફ સહિત સ્વાસ્થ્ય કર્મીઓને રહેવા માટે આપી છે. સોનુ સુદ માને છે કે આ મુશ્કેલ ઘડીમાં દેશભરના સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે દ્રઢતાથી ઊભા રહેવાની જરૂર છે, કારણ કે તેઓ ફ્રંટફૂટ પર કોરોનાવાઈરસની લડાઈ લડી રહ્યાં છે. દેશને બચાવવા માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. 

સચિન જોષીએ ક્વૉરન્ટીન સુવિધા માટે હોટલ આપી
કોરોનવાઈરસને કારણે ભારતમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સચિન હાલમાં દુબઈમાં છે. તેણે કહ્યું હતું કે મુંબઈ એકદમ ભરચક શહેર છે. અહીંયા પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ તથા બેડ્સ નથી. જ્યારે બીએમસીએ મદદ માટે અપ્રોચ કર્યો ત્યારે તેમણે મદદ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે હોટલ ક્વૉરન્ટીન સુવિધા માટે આપી છે. આખી બિલ્ડિંગ તથા રૂમને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે અને સ્ટાફને પૂરતો સામાન આપી દેવામાં આવ્યો છે. આ હોટલમાં કુલ 36 રૂમ છે. 

સચિન જોષી પત્ની ઉર્વશી શર્મા સાથે

સચિને માત્ર પોતાની હોટલ જ નથી આપી પરંતુ તે પોતાની સંસ્થા ‘બિગ બ્રધર ફાઉન્ડેશન’ દ્વારા મ્યુનિસિપલ વર્કર્સ તથા પોલીસ સ્ટાફને પૌષ્ટિક ભોજનના પેકેટ્સ આપી રહ્યો છે. સચિન જોષીની પત્ની ઉર્વશી શર્માએ કહ્યું હતું કે તેને ઘણો જ આનંદ છે કે તેમણે પોતાની હોટલ બીએમસીને મદદ માટે આપી, આ તેના પતિનો નિર્ણય હતો અને તે આ નિર્ણયને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તે રસ્તા પર ફસાયેલા લોકો તથા જરૂરિયાતમંદ લોકોના ભોજનની પણ વ્યવસ્થા કરી રહ્યાં છે. તેમની ટીમ છેલ્લાં બે અઠવાડિયાથી સતત આના પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સચિન ગયા વર્ષે ફિલ્મ ‘અમાવસ’માં નરગીસ ફખરી તથા મોના સિંહ સાથે જોવા મળ્યો હતો. તેણે ફિલ્મ ‘જેકપોટ’માં સની લિયોની સાથે કામ કર્યું હતું. હાલમાં સચિન બોલિવૂડને બદલે બિઝનેસ પર વધુ ફોકસ કરી રહ્યો છે. તેણે ગોવામાં વિજય માલ્યાનો બંગલો હરાજીમાં ખરીદ્યો હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી