સંપત્તિમાંથી આવક:સલમાન ખાન બાદ હવે કાજોલે પણ પોતાનો ફ્લેટ ભાડે આપ્યો, દર મહિને 90 હજારનું ભાડું મળશે

મુંબઈએક મહિનો પહેલા
  • કાજોલનો ફ્લેટ 21મા માળે છે અને 771 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે

બોલિવૂડ સ્ટાર્સ પાસે એકથી વધુ ઘર હોય છે. સ્ટાર્સ પોતાના ઘરને ભાડે આપતા હોય છે. સલમાન ખાન બાદ હવે કાજોલ-અજય દેવગને પણ પોતાનું ઘર ભાડે આપ્યું છે. કાજોલે મુંબઈના પવઈ સ્થિત આવેલો પોતાનો ફ્લેટ દર મહિને 90 હજારની કિંમત પર ભાડે આપ્યો છે. કાજોલ પતિ તથા બાળકો સાથે જુહૂમાં બંગલામાં રહે છે.

21મા માળે બિલ્ડિંગ
'મની કંટ્રોલ'ના અહેવાલ પ્રમાણે, કાજોલનો ફ્લેટ હિરાનંદાની ગાર્ડન્સના એટલાન્ટિક પ્રોજેક્ટના 21મા માળે છે. આ ફ્લેટ 771 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે. ફ્લેટને ભાડે આપવાનો એગ્રીમેન્ટ 3 ડિસેમ્બરે કરવામાં આવ્યો હતો. દસ્તાવેજો પ્રમાણે, ભાડુઆતે 3 લાખની સિક્યોરિટી મની ડિપોઝિટ આપી છે.

કાજોલનો ફ્લેટ આ બિલ્ડિંગમાં છે
કાજોલનો ફ્લેટ આ બિલ્ડિંગમાં છે

એક વર્ષ બાદ ભાડું વધી જશે
આ ફ્લેટનું ભાડું એક વર્ષ બાદ 90 હજારથી વધીને 96750 રૂપિયા થઈ જશે.

અજય-કાજોલના ઘરની કિંમત
કાજોલ તથા અજયના ઘરનું નામ 'શિવશક્તિ' છે. અજયે આ બંગલો 60 કરોડમાં ખરીદ્યો હોવાની ચર્ચા છે.

ક્રિતિ સેનને ડિપોઝિટ તરીકે 60 લાખ રૂપિયા આપ્યા છે
ક્રિતિ સેનને ડિપોઝિટ તરીકે 60 લાખ રૂપિયા આપ્યા છે

હાલમાં આ સેલેબ્સે ઘરે ભાડે આપ્યા
સલમાન ખાને બાંદ્રા સ્થિત શિવસ્થાન હાઇટ્સમાં પોતાનો ફ્લેટ દર મહિને 95 હજારની કિંમતે ભાડે આપ્યો છે. અમિતાભ બચ્ચને એક્ટ્રેસ ક્રિતિ સેનનને દર મહિને 10 લાખ રૂપિયાની કિંમતે ડુપ્લેક્સ ભાડે આપ્યું છે.